દિવાળીની રજામાં નારેશ્વર આવેલા પાંચ યુવાનો ડૂબ્યા, બેનાં મોત

જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર શોકમય

દિવાળીની રજામાં નારેશ્વર આવેલા પાંચ યુવાનો ડૂબ્યા, બેનાં મોત

Mysamachar.in-વડોદરાઃ

વતનમાં દિવાળી કરવા આવેલા પાંચ યુવાનો નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. વડોદરાના નારેશ્વર પાસે નર્મદા નદીમાં પાંચ યુવાનો ડૂબ્યા હતા, જો કે પાંચમાંથી ત્રણ યુવાનોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું જ્યારે બે યુવાનોના મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પાંચેય યુવાનો સુરતના કોસંબાના રહેવાસી છે, દિવાળીની રજાઓમાં નારેશ્વર પાસે ફરવા માટે આવ્યા હતા. ત્યારબાદ બપોરના 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નાહવા માટે પડ્યા હતા. બનાવને પગલે પોલીસ કાફલો તથા રેસ્ક્યૂ ટીમ દોડી આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. તો કરજણ પોલીસે કાગળ પરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તપાસ કરતા જાણવા મળ્યું કે બંન્ને મૃતક યુવાનો તરસાલીનાં કોસંબાનાં રહેવાસી હતી, જેમાં 17 વર્ષિય નવઘણ રબારી તથા 31 વર્ષિય પિન્ટુ ટાંકનો સમાવેશ થાય છે. જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર અને ગામમાં શોકની લાગણી પ્રવર્તી છે.