ફરાળી લોટમાં ભેળસેળ બદલ આ બે જાણીતી કંપનીને 10 લાખનો દંડ

જાણો ફરાળી લોટમાં શું મિક્સ કરતાં

ફરાળી લોટમાં ભેળસેળ બદલ આ બે જાણીતી કંપનીને 10 લાખનો દંડ
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

આપણે ત્યાં ઉપવાસને પવિત્ર માનવામાં આવે છે, અગાઉ ઉપવાસના દિવસે માત્ર ફળો જ આરોગવામાં આવતા હતા, જો કે ધીમે ધીમે જમાનો આધુનિકતા તરફ વળ્યો. માર્કેટમાં ઉપવાસમાં ખાઇ શકાય એવી અનેક વાનગીઓનો રાફડો ફાટ્યો. જેના પરિણામ સ્વરૂપે કેટલાક લેભાગુ તત્વોએ ભેળસેળ શરૂ કરી લોકોના આરોગ્યને નુકસાન પહોંચે તેવી વાનગીઓ વેચવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાક સમયથી સતર્ક બનેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરાળી લોટ બનાવતી બે જાણીતી કંપનીને રૂપિયા 10 લાખનો દંટ ફટકાર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ સેફટી વિભાગે સુરતમાં ફરાળી લોટોમાં ઘઉંનો લોટ મિક્સ કરી ભેળસેળ યુક્ત લોટ બનાવી અને વેચતી બે કંપની શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણને રૂપિયા 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશન કોશિયાએ જણાવ્યું કે આમે રાજ્યમાં ફરાળી લોટ વિશેષ ડ્રાઇવ યોજી અને રાજ્યભરમાંથી નમૂના લીધા હતા. આ નમૂનાઓમાં સુરતની બે પેઢીના ફરાળી લોટના નમૂના ફેલ થયા હતા. અમે સુરતમાંથી શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણ બે બ્રાન્ડના લોટ લીધા હતા જેમના નમૂના ફેલ થતાં બંને પેઢીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.