એમ્બ્યુલન્સમાં મુસાફરી પડી ભારે, તમામ પેસેન્જર સામે નોંધાયો ગુન્હો 

બન્ને એમ્બ્યુલન્સ પોલીસ દ્વારા ડીટેઈન 

એમ્બ્યુલન્સમાં મુસાફરી પડી ભારે,  તમામ પેસેન્જર સામે નોંધાયો ગુન્હો 

Mysamachar.in-અમરેલી:

અમરેલી જીલ્લામા COVID-19 વાયરસને ફેલાતો અટકાવવા તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે બાબરા પો.સ્ટેના પો.ઇન્સ. પી.આર.વાઘેલાની સુચનાથી આજરોજ ચમારડી બીટ વિસ્તારમાં તેમજ ખંભાળા ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન ચમારડી ગામે એક એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.GJ-16-W-6610 વાળી ગાડીમાં ડ્રાઇવર સહિત કુલ-૦૫  ઇસમો તથા ખંભાળા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.GJ-05-AU-6469 વાળી ગાડીમાં ડ્રાઇવર સહિત કુલ-૦૫ ઇસમોને લોકડાઉનનો ભંગ કરેલ હોય તેમજ જાહેરનામાનો ભંગ કરી રોગચાળો ફેલાય તેવુ કૃત્ય આચરેલ હોય તમામ સામે  વિવિધ કલમો હેઠળ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. મુસાફરો સહિતના લોકો સામે ગુન્હો નોધાયો છે.