ટ્રાફિક નિયમનમા તંત્ર નિષ્ફળ, ખાલી પોલીસની પણ જવાબદારી નથી..

દંડ કરવામા પાવરધા "ધૂળ ખાતો એક્શન પ્લાન "

ટ્રાફિક નિયમનમા તંત્ર નિષ્ફળ, ખાલી પોલીસની પણ જવાબદારી નથી..

Mysamachar.in-જામનગર:

જામનગરના મુખ્યમાર્ગો ઉપર વાહન ચાલકો કે રાહદારીઓ માટે કોઇ નિયમન નથી કોઇ વ્યવસ્થા નથી કોઇ આયોજન પણ નથી માત્ર અમુક સમયે બે પાંચ સ્થળોએ ટ્રાફીક પોઇન્ટ બનાવી વાહન રોકવા એ કોઇ ઉકેલ નથી, ત્યારે મહત્વની બાબત એ છે કે ટ્રાફીક શાખાએ કોર્પોરેશનને સમગ્રપણે ટ્રાફિક નિયોજન માટે શુ જરૂર છે તેનો પ્લાન વર્ષોથી આપ્યો છે એ પ્લાન આપનાર ટ્રાફીકના કર્મચારીઓ રીટાયર્ડ થઇ ગયા પરંતુ પ્લાન નો અમલ ન થયો,

આ પ્લાન મુજબ ભારે ટ્રાફીકવાળા રોડ ઉપરના દબાણ દૂર કરવા, આવા રોડ પહોળા કરવા, દસથી વધુ રોડ વન વે કરવા,૨૫૦ થી વધુ સ્થળે બમ્પર બનાવવા,પાર્કીંગની પુરતી વ્યવસ્થા કરવી, દરેક ચોકડીએ સિગ્નલ લગાવવા, અનેક સ્થળોએ સર્કલ બનાવવા, સાઇન બોર્ડ, પટ્ટા, ડીવાઇડર મુકવા અને સતત ચેક કરવા, રોડ સાઇડ પાર્ક વાહનો જપ્ત કરવા સહિતની જોગવાઇના સુચન છે જો અમલ કરવો હોય તો કન્સલ્ટન્ટ ની પણ જરૂર નથી એવું જાણકારો માને છે.