પ્લા્સ્ટીકની પળોજણ...ખંખેરાતા વેપારીઓ...

તંત્રએ કરવાનુ કામ પરંતુ...

પ્લા્સ્ટીકની પળોજણ...ખંખેરાતા વેપારીઓ...

Mysamachar.in:જામનગર:

પ્લાસ્ટીક વેસ્ટના નિયમનનુ કામ કરવાનુ છે કોર્પોરેશને પરંતુ ખંખેરાય છે, વેપારી આ નિયમન માટે સરકારે સુવિધા પુરી પાડવી જોઇએ અને જેમ સોલીડ વેસ્ટ લઇ જાય છે( ભલે દસ પંદર દીએ) તેમ પ્લાસ્ટીક પણ લઇ જવાય ને? તેમ નાગરીકો પુછે છે, નોટબંધી અને જીએસટીની માઠી અસર હજુ વેપાર ધંધામાં જોવા મળી રહી છે, ત્યારે દિન-પ્રતિદિન નવા નિયમો અને જોગવાઇઓમાં ફેરફાર તથા મોંઘવારી ઘટવાને બદલે વધતાં મોટાભાગના વેપાર ધંધામાં મંદીના ભરડા વચ્ચે જામ્યુકોની પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપન એટલે કે મનપા દ્રારા એકત્ર કરવામાં આવતા પ્લાસ્ટિકના કચરાના એકત્રીકરણ, ટ્રાન્સપોર્ટેશન પાછળ દર વર્ષે અંદાજીત થતાં રૂ.7 કરોડનો ખર્ચ અને પ્રોસેસીંગ પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા રૂ.3000 થી 25000 વાર્ષિક રજીસ્ટ્રેશન ફી વસૂલવાનું શરૂ કરવામાં આવતા વેપારીઓમાં દેકારો બોલી ગયો છે.

જામ્યુકો દ્રારા 17 ઓગષ્ટથી રજીસ્ટ્રેશન ફી વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ દોઢ મહીનામાં ફકત 272 રજીસ્ટ્રેશન થતાં મહાનગરપાલિકાને ફી પેટે ફકત રૂ.19.57 લાખની આવક થતાં નબળો પ્રતિસાદ સાંપડયો છે.રજીસ્ટ્રેશન ફી માટે મનપા દ્રારા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ અપૂરતી અને અસ્પષ્ટ માહીતીથી રજીસ્ટ્રેશન ફી અંગે વેપારીઓમાં ગૂંચવણ અને મૂઝંવણ પ્રર્વતી રહી છે,. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝના નિયમ મુજબવેપારી, સંસ્થા કે દુકાનદાર જે પ્લાસ્ટિક વેસ્ટ(કચરો)જનરેટ કરે તેને કચરાનું મેનજમેન્ટ એટલે કે તે કચરાને રીસાયકલ કરવાનું રહે છે. જો પ્લાસ્ટિકના કચરાનું મેનેજમેન્ટ એટલે કે રીસાયકલ ન કરે તો મનપા સાથે જોડાણ કરી રજીસ્ટ્રેશન ફી ચૂકવાની રહે છે, એક શોપએકટ લાયસન્સ હોય તો દર વર્ષે ધંધાના પ્રકાર મુજબ વાર્ષિક રજીસ્ટ્રેશન ફી ચૂકવાની રહે છે.,આવી પ્લાસ્ટીક ની પળોજણ થી વેપારીઓ થાક્યા છે.