અડધા જામનગરમાં આજે પણ પાણીકાપ,બીજું કાઈ થઇ શકે તેમ પણ નથી...

આયોજનનો અભાવ..

અડધા જામનગરમાં આજે પણ પાણીકાપ,બીજું કાઈ થઇ શકે તેમ પણ નથી...
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લો મોટાભાગે નર્મદાના નીર આધારીત છે,કારણ કે સ્થાનિક સ્ત્રોત ઉભા કરવા માટે તંત્ર જોઈ તેવી કમર ક્યારેય કસી જ નથી,માટે જયારે પાણીની કટોકટી હોય અને નર્મદાની લાઈનમાં જો કઈક થાય તો શહેરમા સીધો કાંપ મુકવો પડે તે નજર સામેની વાસ્તવિકતા છે,થોડા દિવસો પૂર્વે પણ નર્મદાની લાઈનમાં ભંગાણ થતા જામનગર અડધું પાણી વિના રહ્યું હતું,ત્યારે વધુ એક વખત ફોલ્ટ સર્જાતા આજે પણ અડધું જામનગર પાણી વિના રહેશે..એવામાં મનપા તો પાણી કાપની પ્રેસનોટ બહાર પાડી અને જવાબદારીમાં થી છટકી જાય છે,આજે પણ આ પ્રમાણે ની અખબારી યાદી મનપાએ જાહેર કરી હાથ ઉંચા કરી લીધા છે.

જામનગર શહેરને પાણી પૂરું પાડતી માળીયા થી આવતી નર્મદા પાઇપ લાઇન (NC/૭) સનાળા ગામે ભંગાણ થયેલ હોય જેનું પાઇપ લાઇનનું લીકેજ રિપેરિંગની કામગીરી ચાલુ હોય,આ લાઇનને પૂર્વવત સ્થિતિમાં ચાલુ કરતાં સમય લાગે તેમ હોય,જામનગર શહેરને પાણીનો પૂરતો જથ્થો ન મળવાને કારણે જામનગર શહેરના (૧)ગુલાબનગર-B ઝોન,હેઠળ આવતા વિસ્તારોમાં નાગનાથ ગેઇટ,ભોયવાડો,વાઘેરવાડો,મોહન નગર,નારાયણ નગર,તેમજ પટણીવાડ વિગેરે લગત ઝોન વિસ્તાર (૨)બેડી-B ઝોન-હેઠળ આવતા વિસ્તારોમાં થરી વિસ્તાર,ઇકબાલ ચોક,જામામસ્જીદ,વિગેરે લગત ઝોન વિસ્તાર,

(૩) નવાગામ ઘેડ-A ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં ખડખડનગર,વિનાયક પાર્ક,માતૃ આશિષ,ઇન્દિરા સોસાયટી વિગેરે લગત ઝોન વિસ્તાર (૪) રણજીતનગર-B ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં હુડકો,ક્રુષ્ણનગર,પ્રવીણદાઢીની વાડી વિગેરે લગત ઝોન વિસ્તાર તથા શંકરટેકરી-B હેઠળ આવતા વિસ્તારોમાં દિગ્વિજય પ્લોટ વિસ્તાર,શંકરટેકરી વિસ્તાર,લીમડા લાઇન તથા મિગ કોલોનીમા તા.૧૮ જૂનના રોજ પાણી વિતરણ બંધ રહેશે.આ વિસ્તારોને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.