રાજ્યમાં આજે નવા 108 કેસો સાથે આંકડો 1800 ને પાર

ઘરમાં રહો, બિનજરૂરી ના નીકળો બહાર 

રાજ્યમાં આજે નવા 108 કેસો સાથે આંકડો 1800 ને પાર

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યમાં દિનપ્રતિદિન મેટ્રોસિટીમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો હોય તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની વારંવાર સલાહ આપવામાં આવી રહી છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 108 નોંધાતા રાજ્યમાં કુલ આંકડો 1851 સુધી પહોચ્યો છે. જયારે 67 લોકોના અત્યારસુધીમાં રાજ્યમાં મોત નીપજ્યાનું સામે આવે છે, આજે સામે આવેલ કેસોમાં થી માત્ર અમદાવાદમાં જ 91 કેસો નોંધાયા છે, જયારે અરવલ્લી 6, કચ્છ પંચમહાલ રાજકોટ અને સુરતમાં બે-બે કેસો નોંધાયાનું સામે આવે છે. મહીસાગર વડોદરા અને મહેસાણા એક એક કેસ નોંધાયા છે.

તો રાજ્યમાં જિલ્લાવાર આજ્દીવસ સુધી નોંધાયેલા કેસોના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં 1192, ગાંધીનગર 17, સુરત 244, વડોદરા 181, રાજકોટ 38, ભાવનગર 32, કચ્છ 6, મહેસાણા 6, ગીરસોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 11, પાટણ 15, છોટાઉદેપુર 7, જામનગર અને મોરબી એક એક કેસ, સાબરકાંઠા 2, આણંદ 28, દાહોદ 3, ભરૂચ 23, બનાસકાઠા 10, ખેડા 2, બોટાદ 5, નર્મદા 12, અરવલ્લી 7, મહીસાગર 3 આમ કુલ કેસોની સંખ્યા 180૦ ને પાર થઇ ચુકી છે.