હાલારમાં ગેરકાયદેસર હથિયારો સાથે ૩ ઝડપાયા..

S.O.G ની કાર્યવાહી

હાલારમાં ગેરકાયદેસર હથિયારો સાથે ૩ ઝડપાયા..

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થી ગેરકાયદેસર હથિયારો સાથે ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડી અને ધોરણસરની કાર્યવાહી કરી છે, જેમાં જામનગર જીલ્લાના કાલાવડ વિસ્તારમાં થી બે ઇસમો તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં થી એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો છે, જામનગર એસઓજી ટીમે કાલાવડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જુદા-જુદા બે સ્થળોએ થી બે શખ્સોને બે દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડ્યા છે, જેમાં કાલાવડના રામપર ગામની સીમમાં રહેતા ગફાર વલીમામદ સમાના કબ્જામાંથી ગેરકાયદેસર જામગરી બંદુક સાથે ઝડપી પાડ્યો છે, તો કાલાવડ તાલુકાના હ્સ્થલ ગામેથી મજીદ ઉર્ફે મુવો કાસમભાઈ સમાના કબ્જામાંથી પણ ગેરકાયદેસર જામગરી બંદુક સાથે એસઓજીએ ઝડપી પાડ્યો હતો,આ બંને ઇસમો સામે આર્મ્સ  એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ કાલાવડ ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે. તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામેથી પણ એક શખ્સને એસઓજી દ્વારકા એ ઝડપી પાડ્યો છે, કરશન લાડક નામના શખ્સ ના કબજામાંથી એસઓજીએ જામગરી બંદુક ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.