આ વિસ્તારમાંથી એકીસાથે ત્રણ કિશોરોના અપહરણ થતા મચી ચકચાર...

એક જ વિસ્તારમાંથી આ રીતે ત્રણ કિશોરો ના અપહરણ થઇ જવાની ઘટના એ જામનગર માં ભારે ચકચાર જગાવી છે..

આ વિસ્તારમાંથી એકીસાથે ત્રણ કિશોરોના અપહરણ થતા મચી ચકચાર...

mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં જાણે કિશોરાવસ્થામાં કોઈને કોઈ કારણોસર કિશોર ભાગી છુટતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે..થોડા સમય પૂર્વે પણ લાખાબાવળ નજીક આવેલ એક છાત્રાલયમા થી ૨ કિશોર લાપતા બન્યા બાદ તેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી..જો કે કિશોરો ટૂંકાગાળામાં હેમખેમ મળી આવ્યા હતા..

એવામાં જામનગરના મોટીખાવડી વિસ્તારમાંથી એકીસાથે ત્રણ કિશોરના અપહરણ થયાનો મામલો સામે આવતા પોલીસ પણ દોડતી થઇ છે...જે ત્રણ કિશોરના અપહરણ થવાની  ફરિયાદ નોંધાઈ છે..તે ત્રણેય કીશોરો ખુબ જ નીકટના મિત્રો હતા..સમીર,પરસોતમ અને કમલેશ નું કોઈ અપહરણ કરી ને લઇ ગયું છે..કે કોઈ અન્ય કારણોસર પોતે જ ભાગી છુટ્યા છે તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે..

પોલીસને પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે ત્રણ કિશોરના અપહરણ થયા છે તે ત્રણેય મિત્રો મોડીરાત્રીસુધી દરરોજ સાથે જ ફરતા હતા..તો વધુ માં ત્રણમાં થી એકેય કિશોર અભ્યાસ ના કરતાં હોવાનું પણ સામે આવ્યું છે...જયારે અપહ્યુત સમીરના માતા એ સમીરના અભ્યાસ માટે મદરેસામા એડમીશન પણ લીધું હતું..તો સૌથી મોટી ચોંકાવનારી બાબત પોલીસ માટે હોય તો  જે ત્રણ કિશોરના અપહરણ ની ફરિયાદ નોંધાઈ છે તે જે મોબાઈલફોનનો વપરાશ કરતાં હતા તે તેના ઘર પરથી જ પોલીસ ને મળી આવતા મામલો પોલીસ માટે પણ તપાસ માંગી લેતો બની જવા પામ્યો છે..પણ હાલ તો એક જ વિસ્તારમાંથી આ રીતે ત્રણ કિશોરો ના અપહરણ થઇ જવાની ઘટના એ જામનગર માં ભારે ચકચાર જગાવી છે..