હાલારમાં વીજળી પડતા ૩ ના મોત

ક્યાં-ક્યાં થયા મોત 

હાલારમાં વીજળી પડતા ૩ ના મોત
ફાઈલ તસ્વીર

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

ગઈકાલે સમગ્ર હાલારમાં સામાન્ય મેઘમહેર વચ્ચે કલાકોમા જ ત્રણ લોકોના મોત થતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે,જેમાં હાપા વિસ્તારમાં રહેતા ગૌતમ લક્ષ્મણભાઈ પરમાર નામના ૧૫ વર્ષીય કિશોર ક્રિકેટ રમતો હોય તે દરમિયાન વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે,જયારે બીજા બનાવમાં ૨૧ વર્ષીય સુરેશ તુલસીભાઈ રાઠોડ નામનો યુવક હાલાર સોલ્ટના અગરમા કામ કરતો તે દરમિયાન વીજળી તેના પર પડતા તેનું પણ મોત નીપજ્યું છે,જયારે ત્રીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સિંહણ ગામે રામભાઈ ટપુભાઈ પરમાર નામના વ્યક્તિ પર પણ વીજળી ત્રાટકતા તેનું પણ મોત નીપજ્યું છે,આમ કલાકોમાં જ વીજળી એ હાલારમાં ત્રણનો ભોગ લીધો છે.