ચોરીના ૧૧ બાઇક સાથે ૩ શખ્સો ઝડપાયા..

જાણો ક્યાંથી ઝડપાયા..

ચોરીના ૧૧ બાઇક સાથે ૩ શખ્સો ઝડપાયા..

Mysamachar.in-કચ્છ:

પૂર્વ કચ્છ ગાંધીધામ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા દ્વારા વાહન ચોરીના ગુન્હા ડીટેક્ટ કરવા અને બીજા વધારે ગુન્હા બનતા અટકાવવાની અપાયેલ સુચના તથા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે.એચ.ગઢવી તથા પોલીસ સ્ટાફના માણસો રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,

તે દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ઉમૈયા કાનપર ગામ વચ્ચે નદીની પાપડીની દક્ષિણે આવેલ સિમમાથી બાવળોની ઝાડીમા છુપાવેલ ચોરીના નંગ.૧૧ મોટરસાઇકલ સાથે નરેશ પરબત મકવાણા,નવીન રતન સોલંકી,રમઝુ ગાભુ ઘાંચી આરોપીઓને ઝડપી પાડેલ છે અને ઝડપાયેલ મોટરસાઇકલો પૈકી ૫ મોટરસાઇકલ રાપર પોલીસ સ્ટેશનના વિસ્તાર માથી ચોરી કરેલ હોવાની તેમજ ૪ મોટરસાઇકલ ગાંધીધામ શહેર માથી ચોરી કરેલ હોવાની તેમજ ૨ મોટરસાઇકલ ભુજ શહેરમાથી ચોરી કરેલ હોવાની પકડાયેલ આરોપીઓ એ કબૂલાત આપેલ છે.