ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ નોંધાયા વધુ ત્રણ ગુન્હાઓ..

કરોડોની જમીનનો મામલો 

ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ નોંધાયા વધુ ત્રણ ગુન્હાઓ..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી જમીનો પચાવી પાડવા મામલે ચર્ચામાં આવેલ અને વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલ સામે એકીસાથે ત્રણ ગુન્હાઓ સીટી એ ડિવીજન પોલીસ મથકમાં નોંધાયા છે, જે ત્રણ ગુન્હાઓ નોંધાયા છે, તેમાં નામાંકિત વકીલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે, કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.જે ફરિયાદો દાખલ થઇ છે તેમાં  નીલેશભાઈ વારોતરીયા, હમીરભાઈ ચેતરિયા અને રમતારામ પરમાર આ ત્રણેય વ્યક્તિઓની માલિકીની જુદા-જુદા સ્થળોએ કરોડોની કીમતી જમીન આવેલ હોય આ જમીન પચાવી પાડવા માટે જયેશ પટેલે કાવતરું ઘડીને અખબારોમાં આ અંગેની જાહેરાતો છપાવી હતી, આ ત્રણેય માલિકોની મળીને કુલ ૩૦ કરોડ જેટલી જમીન પચાવી પાડવા જમીનોના ખોટા દસ્તાવેજ ઉભા કરી અખબારોમાં જાહેરાતો છપાવી અને છેતરપીંડી કર્યાની ફરિયાદ કલમો ૪૨૦ ૪૬૫ ૪૬૭ ૪૬૮ ૧૨૦(બી) ૩૪ મુજબ સીટી એ ડીવીઝન મથકમાં નોંધાઈ છે , જે ફરિયાદ નોંધાઈ છે તેમાં જયેશ પટેલ ઉપરાંત વકીલ વી.એલ.માનસતા સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.