શોરૂમમાંથી નવી નક્કોર કાર ઉપડી ગઈ..!

જાણો ક્યાનો છે બનાવ

શોરૂમમાંથી નવી નક્કોર કાર ઉપડી ગઈ..!

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટફાટ અને છેતરપીંડીના બનાવોએ માઝા મૂકી છે,તેવામાં તસ્કરો પણ પોલીસને ચકમો આપવા માટે નીતનવા કીમિયાઓ અજમાવીને ચોરીને અંજામ આપતા હોય છે.ત્યારે એક ફોરવ્હીલના શોરૂમના યાર્ડમાં રાખવામા આવેલ નવી કારો ચાવીથી ચાલુ કરીને આરામથી ચોરી કરી ગયાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે,

અમદાવાદ નજીક આવેલ કિરણ મોટર્સ લિમિટેડના સ્ટોક યાર્ડમાં વાહનો રાખવા માટે સરખેજ-શાંતિપુરા સર્કલ પાસે પ્લોટ રાખવામાં આવ્યો હતો, આ સ્ટોક યાર્ડનું ઓડિટ કરવામાં આવતાં ગત 30મી જુલાઈ સુધીમાં સ્ટોકમાં 572 ગાડી હતી. ત્યાર બાદના હિસાબો તપાસ કરતા ગાડીઓનો સ્ટોક 391 થતો હતો, પરંતુ સ્ટોક યાર્ડમાં 388 ગાડી જ હતી. અને   21.46 લાખની કિંમતની 3 નવી કાર ગાયબ હતી. 

ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડની કેબિનમાં તપાસ કરતા કેબિનમાંથી ત્રણેય ગાડીઓની ચાવીથી ગાડી ચાલુ કરીને ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અશ્વિની શર્માએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.