ડુપ્લિકેટ માસ્ટર કી બનાવી ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલની ચોરીનો પર્દાફાશ

કાલાવડ નજીકથી ઝડપાયું કૌભાંડ

ડુપ્લિકેટ માસ્ટર કી બનાવી ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલની ચોરીનો પર્દાફાશ

Mysamachar.in-જામનગરઃ

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા પાસે હાઇવે પર ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરી કરતી ત્રણ વ્યક્તિની ટોળકીની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ આર આર સેલની રાજકોટ ટીમને બાતમી મળી હતી કે કાલાવડ પાસે આવેલા ભાવાભી ખીજડિયા નજીક હાઇવે પર આવેલા આશાપુરા હોટેલ પર કેટલાક શખ્સો ડુપ્લિકેટ માસ્ટર ચાવી બનાવી ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલની ચોરી કરે છે, આ ટેન્કરમાંથી ડિઝલ-પેટ્રોલ ચોરી નાના-નાના કેરબામાં સંગ્રહ કરતાં હતા. રાજકોટ ટીમની જાણકારી બાદ આર આર સેલની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ચોરી કરતાં જૂનાગઢનો રહેવાસી હનીફ મકરાણી, જામકંડોરણાનો રહેવાસી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભાવાભી ખીજડિયામાં રહેતો મહાવીરસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે, તો આરોપીઓ પાસેથી એક ટેન્કર, કાર તથા પેટ્રોલ-ડિઝલ ભરેલા કેરબા મળી કુલ 34,05,090 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.