શરીરે દારૂની બોટલો બાંધી હેરાફેરી કરતી ત્રણ મહિલા ઝડપાઇ

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

શરીરે દારૂની બોટલો બાંધી હેરાફેરી કરતી ત્રણ મહિલા ઝડપાઇ

Mysamachar.in-સુરતઃ

બૂટલેગરોએ જાણે ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવાનું ધારી લીધું હોય એમ દરરોજ લાખો રૂપિયાનો દારૂ પકડાઇ રહ્યો છે, પરંતુ હવે નશાના આ કારોબારમાં કેટલીક મહિલાઓ પણ સક્રિય ભુમિકામાં જોવા મળી રહી છે. સુરતના વરાછામાં પોલીસે 3 મહિલાઓને 517 બોટલ દારૂ સાથે ઝડપી છે. પોલીસથી બચવા માટે આ ત્રણેય મહિલા શરીરે 144 નંગ બાટલીઓ બાંધી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે વરાછામા પરવત પાટીયામાં રહેતી ત્રણ મહિલા રિક્ષામાં દારૂની હેરાફેરી કરતી હોવાની પોલીસને બાતમી મળી હતી, બાદમાં પોલીસે ત્રણેય મહિલાની અટકાયત કરી ત્રણેય પાસેથી ચાર પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા જેમાં 516 નંગ દારૂની બોટલ મળી આવી, આ દારૂની કિંમત અંદાજે 25 હજાર 800 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ત્રણેય મહિલાઓની ઝડતી લેવામાં આવતા શરીરે બાંધેલી 144 નંગ બાટલી મળી આવી હતી. પોલીસે ત્રણેય મહિલા પાસેથી કુલ 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ મહિલાઓને લઇને આવેલો રિક્ષા ચાલક ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.