અચાનક જ કારે એક પછી એક ત્રણ પલટી મારી, અને...

રક્તરંજીત બન્યો રોડ

અચાનક જ કારે એક પછી એક ત્રણ પલટી મારી, અને...
અકસ્માત બાદની તસવીર

Mysamachar.in-ભરૂચઃ

ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ-સરભાણ રોડ બુધવારે રક્તરંજીત બન્યો હતો. વહેલી સવારે આ રોડ પરથી પસાર થઇ રહેલી એક કારે અચાનક ત્રણ પલટી મારતા તેમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. તો અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને 108ની મદદથી વધુ સારવાર અર્થે વડોદરામાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી પ્રમાણે ભરૂચના આમોદ-સરભાણા રોડ પર જઇ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરીંગ પર કાબુ ગુમાવી દેતા કાર એક પછી એક ત્રણ વખત પલટી ગઇ હતી. આ દરમિયાન કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બાદ રોડ પરથી પસાર થતા આસપાસના વાહન ચાલકોએ સૌપ્રથમ 108ને જાણ કરી હતી, ત્યારબાદ કારમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તો થોડીવારમાં 108ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલોને વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ મૃતક વ્યક્તિઓના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.