સૌરાષ્ટ્ર તરફ જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3નાં મોત

15થી વધુ ઘાયલ

સૌરાષ્ટ્ર તરફ જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3નાં મોત

Mysamachar.in-ભરૂચઃ

રવિવાર રક્તરંજીત બન્યા બાદ સોમવારે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ બસની આગળનો ભાગનો ડૂચો બોલી ગયો હતો. જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ખાનગી લક્ઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઇ રહી હતી. ત્યારે નેશનલ હાઇવે 48 પર ભરૂચના વડદલા ગામ પાસે લુવારા નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર દોડધામ મચી હતી, તાત્કાલિક સ્થાનિકોએ દોડી આવીને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નજરે જોનારા લોકોનું કહેવું છે કે ટ્રક યુ ટર્ન લઈ રહ્યો હતો ત્યારે બસ સાથે તેની ટક્કર થઈ હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.