૪ કરોડની જમીન પચાવી પાડવા ૧૦ શખ્સોએ આપી ધમકી..

ખેતીની છે જમીન

૪ કરોડની જમીન પચાવી પાડવા ૧૦ શખ્સોએ આપી ધમકી..

mysamachar.in-જામનગર

જામનગરના દરેડ નજીક આવેલ અને જે જમીનની કીમત અંદાજે ચાર કરોડ જેટલી આંકવામાં આવી રહી છે તે જમીન સાત માસ પૂર્વે પચાવી પાડવાની ધમકી ૧૦ જેટલા શખ્સો એ આપ્યા બાદ આ મામલે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે,

શહેરના ઓશવાળકોલોની મા વસવાટ કરતાં અને દરેડ નજીક સર્વે નંબર ૩૨/૧ ની ખેતીની જમીન ધરાવતા નાથાલાલ ઘાડીયાને આ ખેતીની કીમતી કહી શકાય તેવી અંદાજે ચાર કરોડની જમીન પચાવી પાડવા માટે વિજય ડોબરિયા,વિપુલ ડોબરિયા,અનીયો લાંબો,એજાજ સફિયા,યાકુબ વાઘેર,અરવિંદ ચોવટિયા,મનીષ ચોવટિયા,બાબુ પીંજારા,જાફર વરીયા અને હસું પેઢડીયા તેમજ તપાસ દરમ્યાન ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ પંચકોશી બી ડીવીઝન પોલીસમથકમાં ૪૪૭.૩૮૫,૩૮૭ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,

હસુપેઢડીયા ના ભાઈ એ ગત શનિવારે નોંધાવી હતી જયેશપટેલ વિરુદ્ધ ફરિયાદ....
જે ચાર કરોડની જમીન બળજબરીપૂર્વક પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ છે તેમાં આરોપી તરીકે જેનું નામ છે તે હસુપેઢડીયા ના ભાઈ જયસુખ એ ગત શનિવારે જયેશ પટેલ તેમને તેમજ તેના ભાઈને ફોન પર મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ સીટી એ પોલીસ મથકમાં નોંધાવી હતી અને ગઈકાલે પણ શનિવારે હતો અને તેની જ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા અનેકચર્ચાઓ જાગી છે.