રણજીતનગર નજીક નાયબ મામલતદાર ને ઝાપટ મારી ,જાનથી મારી નાખવાની ધમકી

એક શખ્સ સામે ફરિયાદ

રણજીતનગર નજીક નાયબ મામલતદાર ને ઝાપટ મારી ,જાનથી મારી નાખવાની ધમકી

Mysamachar.in-જામનગર:

થોડા દિવસો પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક નાયબ મામલતદાર પર કચેરીમાં આવેલા એક શખ્સે ફરજમાં રૂકાવટ કરતાં ના.મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી,તે ઘટના બાદ વધુ એક વખત નાયબ મામલતદાર નિશાન બન્યાની ફરિયાદ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે,

હાલ કલેકટર કચેરીમાં અછતશાખામા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને અગાઉ અનેક શાખાઓમાં પોતાની ફરજ બજાવી ચુકેલા જગદીશભાઈ વસોયા ગઈકાલે સાંજે રણજીતનગર સ્થિત લેઉવા પટેલ સમાજના એક કાર્યક્રમમા હાજરી આપવા જતા પૂર્વે સમાજના ગેઈટની બાજુમાં આવેલ પાનની દુકાને ઉભા હતા તે દરમિયાન રતિલાલ પટેલ નામના વ્યક્તિ ત્યાં આવી ચઢ્યા હતા, જે રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે મુજબ અગાઉ કોઈ સરકારી કચેરીમાં ગયેલા હશે અને સરકારી કચેરીના કામથી સંતોષ ના મળેલ હોય જેના કારણે નાયબ માલતદાર જગદીશભાઈ વસોયાને બેફામ ગાળો ભાંડ્યા બાદ ઝાપટો મારી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે નાયબ મામલતદારે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રતિલાલ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.