આ વિડિયો જોઈને તમને દેશના જવાનો પર થઈ જશે ચોકકસથી ગર્વ

અદભુત VIDEO જોવા ક્લીક કરો

Mysamachar.in-જામનગર:

જામનગરમાં આજે એરફોર્સ સ્ટેશન ખાતે ૨૬મી જાન્યુઆરીના ઉપલક્ષ્યમાં “તમારી સેનાને જાણો” નામનો એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલયો ઉપરાંત જામનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમ માં જોડાયા હતા. આ કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢી અને આવતીકાલની ભાવિ પેઢી દેશના સૈન્યથી વાકેફ થાય, દેશના જવાનો કેવા હથિયારોથી કામગીરી કરી રહ્યા છે તે તમામ બાબતોથી યુવાઓ જાગૃત થાય અને દેશના સૈન્યમાં વધુમાં વધુ જોડાય અને દેશની સેવા કરે તેવા હેતુ થી આજનો આ કાર્યક્રમ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવ્યો હતો,

આ કાર્યક્રમ દરમ્યાન એરફોર્સના ગરુડ કમાન્ડો કઈ રીતે ચપટી વગાડતા દુશ્મનોને ભોભીતર કરી દે છે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. કેવું હતું આ ડેમોસ્ટ્રેશન જેને જોઈને તમને દેશના સૈન્ય પર ગર્વ થશે તે જોવા ઉપરનો VIDEO ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.