કાલાવડમાં થયેલ આ ચોરી છે આશ્ચર્ય પમાડે તેવી!

દિવાલમાં બાખોરું પડી અપાયો અંજામ

કાલાવડમાં થયેલ આ ચોરી છે આશ્ચર્ય પમાડે તેવી!
ફાઈલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

ચોરી કરવા માટે તસ્કરો નીતનવા કીમિયાઓ અજમાવતા હોય છે અને તસ્કરોની પહેલી પસંદ રોકડ રૂપિયા અને ઝવેરાત હોય છે,પણ કાલાવડમાં થયેલ એક ચોરીની ઘટનામાં તસ્કરોએ દિશા બદલાવી હોય તેવું લાગી રહ્યું છે,આ ચોરીની ઘટનામાં તસ્કરો રૂપિયા અને સોના-ચાંદીના દાગીના નહીં પણ ગેસ સિલિન્ડરોની ઉઠાંતરી કરી જતા આશ્ચર્ય સર્જાયું છે,

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે કાલાવડમાં આવેલ આપના બજાર ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલમાં બાખોરું પાડી અને ગોડાઉનમાં રાખેલ ભરેલા ગેસના સિલિન્ડર નંગ ૫૬ જેની કિંમત ૨,૧૨,૪૬૪ થાય છે,તે તસ્કરો ઉઠાવી જતાં આ મામલે ગોડાઉનના મેનેજર ફિરોજ સાદી કોર્ટ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે,

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.