જામનગરના આ રિક્ષા ડ્રાઇવરે શરૂ કરી અનોખી સેવા

ગાંઠના ગોપીચંદન

જામનગરના આ રિક્ષા ડ્રાઇવરે શરૂ કરી અનોખી સેવા

Mysamachar.in-જામનગરઃ

કહેવાય છે કે આ કળિયુગ છે, આ યુગમાં માણસ માનવતા મૂકીને અધર્મના રસ્તે જઇ રહ્યો છે, પરંતુ આ વાત સાવ સાચી નથી, કેટલાક એવા પણ માણસ હજુ છે જેઓ માનવ સેવાનું ઉત્કૃષ્ઠ કામ કરી રહ્યાં છે, આવા જ એક રિક્ષા ડ્રાઇવર કે જેણે અનોખી રીતે સેવા કરી રહ્યાં છે. જામનગરના નવાગામ ઘેડમાં રહેતા રાજભા જાડેજા નામના યુવકે પોતાની CNG રિક્ષામાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિ પાસેથી ભાડું લેવાનું બંધ કર્યું છે. રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાજભાએ અનુભવ્યું કે કેટલાક વૃદ્ધો પાસે પૈસાની ભારે કમી હોય છે અને નછૂટકે રિક્ષા ભાડું આપવું પડે છે. તો કેટલાક વૃદ્ધો તો પૈસા બચાવવા પગપાળા જાય છે, તેથી રાજભાએ ચાર મહિના પહેલા જ નક્કી કર્યું કે હવેથી તેઓ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસેથી ભાડાના બદલામાં માત્ર તેમના આશિર્વાદ જ લેશે. એટલું જ નહીં રાજભાએ થોડા સમય પહેલા જ જામનગર નજીક યોજાનારી મોરારી બાપુની કથામાં વડીલોને નિઃશુલ્ક રિક્ષા સેવા આપી હતી. આજના મોંઘવારીના જમાનામાં ગાંઠના ગોપીચંદન કહેવતને રાજભાએ સાર્થક કરી દેખાડી છે. તો રિક્ષામાં વડીલોને ફ્રી સવારી સાથે સાથે રાજભાએ જણાવ્યું કે ઘરમાં કરવામાં આવેલી ધાર્મિક વિધિ કે પૂજાપાઠની સામગ્રી તેઓ લઇ જશે અને જાતે જ નદી કે તળાવમાં પધરાવી આપશે.