Mysamachar.in-રાજકોટ
કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે કેટલાક પોલીસકર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી ખરેખર વખાણવાલાયક હોય છે, રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટના પોજીટીવ કેસો પૈકીના મોટાભાગના તો માત્ર જંગલેશ્વરમાંથી મળી આવ્યા છે. ત્યારે આ વિસ્તારમાં પોલીસ સતત ખડેપગે રહે છે. ત્યારે અંદરથી દરેક પોલીસને એક પ્રકારનો ભય પણ રહે છે. એવામાં રાજકોટના PI સુખવિન્દરસિંઘ ગડુ આ વિસ્તારમાં સતત ખડેપગે હોય છે. પરંતુ તે પોતાનું પણ એટલું જ ધ્યાન રાખે છે. જ્યારે પણ ઘરે જાય એટલે ઘરના દરવાજામાંથી પ્રવેશ કરતા નથી. ઘરની પાછળ બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે અને તમામ વસ્તુ ગેલેરીમાં સેનેટાઇઝ કર્યા બાદ ઘરમાં એન્ટ્રી કરે છે. જંગલેશ્વરવાસીઓએ પણ PIની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ જંગલેશ્વરવાસીઓએ તેમના પર ફૂલોનો વરસાદ કરી તેવોની કામગીરીને વધાવી હતી
રાજકોટના ટ્રાફિક PI સુખવિન્દરસિંઘ ગડુ કે તેમની માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે. તેમની પાસે રહેવાના બદલે તેઓ પોતાની ફરજ ચૂક્યા નથી. માતાના હાલચાલ વીડિયો કોલ મારફતે પૂછી લે છે. PIનું કહેવું છે કે, મારી જવાબદારી પરિવાર સાથે લોકોની રક્ષા કરવાની પણ છે. હું આ સમયે મારી ફરજને વધારે મહત્વ આપી રહ્યો છું આમ આવા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખરેખર પોલીસવિભાગના માનમાં વધારો કરી રહ્યા છે.