જામનગરમાં યોજાયેલ આ ફોટોગ્રાફી એક્ઝીબીશન છે જોવા જેવું...

૩૦ ફોટોગ્રાફરોની કલાકૃતિ

જામનગરમાં યોજાયેલ આ ફોટોગ્રાફી એક્ઝીબીશન છે જોવા જેવું...

Mysamachar.in-જામનગર:

ફોટોગ્રાફી ક્લબ ઓફ જામનગર દ્વારા ત્રીજા વાર્ષિક ફોટોગ્રાફી એક્ઝીબીશન “ફોટોગ્રાફીઆ-૧૮”નો ગઈકાલ થી જામનગર ટાઉનહોલ સેલર ખાતે પ્રારંભ થયો છે,ગઈકાલથી શરૂ થયેલા એક્ઝીબીશન ૩ દિવસ સુધી ચાલશે,

આ એક્ઝીબીશનની વિશિષ્ટતા એ છે કે તેમાં ૬ વર્ષના બાળક્થી માંડીને ૬૫ વર્ષના વૃદ્ધ ફોટોગ્રાફરોની તસ્વીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે,આ એક્ઝીબીશન એટલા માટે પણ વિશિષ્ટ છે કે ના કોઈ એક જ વિષય પણ તસ્વીરોમાં અલગ-અલગ વિષયો જેવા કે વાઈલ્ડ લાઈફ,સ્ટ્રીટ,લાઈટ પેઈન્ટીંગ,ફ્લાવર્સ,પોર્ટરેટ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે,ત્યારે જામનગરના આંગણે યોજાયેલ “ફોટોગ્રાફીઆ-૧૮”ને નિહાળવાનો લાભ લેવા ફોટોગ્રાફી ક્લબ ઓફ જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.