આ મેજિક મુખવાસ તમને વ્યસનો છોડાવી શકે છે.

તમે પણ અજમાવો અને વ્યસનોથી થાવ દુર 

આ મેજિક મુખવાસ તમને વ્યસનો છોડાવી શકે છે.

Mysamachar.in-જામનગર

જામનગરમાં પાન તમાકુ ગુટકા જેવા વ્યસનોના બંધાણીઓ  વર્તમાન લોકડાઉન ના સમયમાં તમાકુ ગુટકા અને માવા ખરીદવા માટે કાળાબજારીનો ભોગ બની રહ્યા છે, અને બંધાણીઓ તોતિંગ વધારો ચૂકવીને તેઓના બંધાણો પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે જામનગરના ડોક્ટર કલ્પનાબેન ખંઢેરિયા છેલ્લા બે વર્ષથી તમાકુ માવા જેવા વ્યસનો ધરાવતા લોકોને કેન્સર જેવી બીમારીનો ભોગ બનતા અટકાવવાની સાથોસાથ આવા વ્યસનોથી લોકો મુક્ત થાય તેવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, જામનગરમાં lockdown ના બીજા તબક્કો તમાકુ ,ગુટકાના બંધાણીઓ માટે કપરો સમય ચાલી રહ્યો છે. સારું છે તેના કારણે લોકોને આવી કુતેવોમાંથી મુક્તિ પણ મળશે,

આવા વ્યસન ધરાવનારાઓમાંથી કેટલાકને કબજિયાત છે. તો કેટલાક લોકો આ કબજિયાતનો ગુસ્સો પરિવારના લોકો સમક્ષ ઠાલવી ઘર આખાના વાતાવરણને ડહોળી નાખે છે. જ્યારે કેટલાકને પેટમાં દુખાવો, શરીર તૂટવું, કાંઈ ન ગમવું, એકાગ્ર ન થઈ શકવુ જેવા તમાકુના બંધાણીને તમાકુ ન મળવાથી થતા ચિન્હો જોવા મળે છે, સાથો- સાથએવુ નથી કે ગુટખા મળતા જ નથી,સરકારના ઘણા પ્રયત્નો છતાય 20 રૂ.ની વસ્તુઓ 50 થી 80 રૂ. માં મળે છે. હોમ ડીલીવરી પણ થાય છે. ત્યારે સિક્કાની બીજી બાજુ જોઈએ તો ઘણા વ્યસનીઓને તમાકુના બંધનમાંથી બહાર નીકળવું છે પરંતુ કેવી રીતે વ્યસન છોડવા તે અંગે પુરતું માર્ગદર્શન ન હોવાથી આવા લોકો  થંભી જતાં હોય છે ત્યારે વ્યસનમુક્તિ માટે અને કેન્સરના વહેલા નિદાન માટે વચનબદ્ધ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તરફથી 31 મે 2019 તમાકુ નિષેધ દિવસ ના રોજ મેજિક મિકસ મુખવાસ ના 5000 પેકેટનું મફત વિતરણ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલ છે.

આ ઉપરાંત મેજિક મુખવાસની ડબ્બી ઉપર આ મિકસચર ઘરે કેવી રીતે બનાવી શકાય તે પણ વિસ્તૃત માર્ગદર્શન દર્શાવવામાં આવ્યું છે જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સ્પૂન ફીડિંગમાં માનતું નથી. જેણે ઇચ્છા જ છે કે મારે વ્યસન છોડવાની મનમાં મક્કમતા હોય તેવા લોકો પોતાની ઘરે જાતે બનાવી શકે છે  આ માટે  આવા વ્યસન ધરાવતા લોકોએ બટુકભાઈ ખંઢેરિયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી તેની વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી છે જેથી આવા વ્યસન ધરાવનારા લોકોએ ડોક્ટર કલ્પનાબેન ખંઢેરિયાની હોસ્પિટલ(હોટેલ સેલિબ્રેશન પાછળ ગુરૂદ્વારા ચોકડી પાસે) થી સવારે ૧૧ થી ૧ દરમિયાન સંપર્ક કરવાનો રહેશે અને આ મેજીક મેક્સ મુખવાસ ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથીનો ઓબજેક્ટ સર્ટીફિકેટ પણ મેળવેલ છે.