"વાયુ” વાવાઝોડાને લઈ ને આ છે અપડેટ..

અહીથી પસાર થશે..

"વાયુ” વાવાઝોડાને લઈ ને આ છે અપડેટ..

Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૧૨મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે,અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વધુ રહેશે,તેવી શકયતાઓને પગલે એલર્ટ ની સ્થિતિ છે,પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ૮૦ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા,હાલની સ્થિતિએ,૧૨મી અને ૧૪ જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે,

‘વાયુ’ વાવાઝોડું ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે,મંગળવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી ૭૪૦ કિલોમીટર દૂર હતું,જે આગામી ૨૪ કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે,વાવાઝોડું ૧૩મી જૂનના રોજ વહેલી સવારે પોરબંદર,મહુવા,વેરાવળ અને દીવ-દમણમાંથી પસાર થશે,


સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય બહારથી ૧૧ NDRFની ટીમ બોલાવવામાં આવી છે,આ સિવાય પુના અને ભટીંડાની NDRFની ૫–૫ ટીમની મદદ લેવામાં આવી શકે છે,અજમેરથી પણ એક NDRFની ટીમ બોલાવાઈ હોવાનું જાણવા મળે છે,આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસુ થોડું લંબાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.