આ તે કેવો પુત્ર..જે બાપ ને લાફા અને બેટથી માર મારે...

પોલીસે વૃદ્ધ પિતાની ફરિયાદ લઇ અને..

આ તે કેવો પુત્ર..જે બાપ ને લાફા અને બેટથી માર મારે...
Symbolic Image

Mysamachar.in-અમદાવાદ: 

આજના સમયમાં અમુક કપાતરો જે માં બાપે તેને પેટે પાટા બાંધીને બાળકોનો ઉછેર કર્યો હોય તે મોટા થઇ ને તેના પોતાના જ માતા પિતા  પર જ હુમલા કરવાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે,અને અમુક માતા-પિતા કંટાળી જઈને વૃદ્ધાશ્રમનો સહારો લે છે,તો અમુક પોલીસની મદદ પણ લે છે,તો અમુક તો કોર્ટ સુધી પણ જાય છે,આવામાં એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે,જેમાં એક વૃદ્ધ દંપતી રડતા-રડતા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને દીકરા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા પોલીસે કપાતર પુત્રને ગણતરીની મિનિટોમાં જ લોકઅપ ભેગો કર્યો છે,

પુત્ર જીગરે પિતા યોગેશભાઈ પાસેથી રૂપિયા માંગ્યા હતા,પિતાએ રૂપિયા આપવાની ના પાડતાં ઝઘડો કરીને તેણે પિતાને બે લાફા મારી દીધા વાત આટલે થી જ ના અટકી અને  પુત્ર જીગરે ઘરમાંથી ક્રિકેટ રમવાનું બેટ લાવી બેટથી યોગેશભાઇને પેટના ભાગે મારવાનું શરૂ કર્યું હતું.જીગર માતા-પિતાને ભૂંડી ગાળો પણ ભાંડી હોવાનું પોલીસ સમક્ષ વર્ણવ્યું છે,આ રીતે પુત્રના  અસહ્ય ત્રાસથી કંટાળીને પિતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.સંદેશો મળતા વસ્ત્રાપુર પોલીસ આવી પહોંચી હતી અને યોગેશભાઇ અને હર્ષિદાબહેનને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.યોગેશભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે જીગર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડીને લોકઅપમાં પૂરી દઈ અને વૃદ્ધ પિતાની ફરિયાદ ને આધારે કાર્યવાહી શરૂ કરી છે.પરંતુ આવા કીસ્સ્સાઓ સમાજ માટે અતિ શરમજનક છે તેવું પણ કહી શકાય..