આ છે સલામત ગુજરાત..રાજકોટમાં ASIની રિવોલ્વરની લુંટ,ગાંધીધામમાં ૪૦ લાખની લુંટ

મહેસાણા નજીક પણ થઇ હતી લાખોની લુંટ

આ છે સલામત ગુજરાત..રાજકોટમાં ASIની રિવોલ્વરની લુંટ,ગાંધીધામમાં ૪૦ લાખની લુંટ

mysamachar.in-ગાંધીધામ:રાજકોટ

રાજય સરકાર દ્વારા સલામત ગુજરાતના દાવાઓ વચ્ચે પોલીસ જ સલામત નથી તેવો કિસ્સો સામે આવ્યો હોય તેમ રાજકોટમાં છરીની અણીએ પોલીસ જમાદારની રિવોલ્વર લૂંટીની ત્રણ શખ્સો ફરાર થઈ જતાં રાજકોટ પોલીસની આબરૂને બટ્ટો લાગ્યો છે...તો બીજી તરફ ગાંધીધામમાં  બંદૂકની અણીએ આંગડિયા પેઢીના સંચાલક પાસેથી અંદાજે ૪૦ લાખની રોકડ સહિતની સનસનીખેજ લુંટનો બનાવ બનતા ગાંધીધામ સહિતના જીલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે

સમગ્ર બનાવની મળતી વિગત મુજબ  રાજકોટના સાપર વેરાવળ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI બકુલભાઈને મળેલ બાતમીના આધારે GRDના બે જવાનો સાથે ગોંડલ હાઇવે નજીક વોચમાં હતા..તેવામાં ત્યાં બાઇક પર આવેલા 3 શખ્સોએ અચાનક ASI બકુલભાઈ પાસે ઊભા રહીને હુમલો કરી મારમારી કરવા લગતા GRDના બે જવાનો ઓન ડ્યુટીમાં હોવાથી રફુચક્કર થઈ ગયા હતા.અને હુમલાખોર 3 શખ્સોએ છરીની અણીએ ASI બકુલભાઈની રિવોલ્વરની લુંટ ચલાવી નાશી ગયા હતા..

આ બનાવ બાદ તાકીદે રાજકોટની પોલીસ હરકતમાં આવીને જિલ્લાભરમાં નાકાબંધી કરીને લૂંટ ચલાવનાર ત્રિપુટીની શોધખોળ હાથ ધરીને ત્રિપુટી ને ઝડપી લેતા આબરુ બચી ગઈ હતી,

બીજી તરફ  કચ્છ જીલ્લાના ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટમાં આવેલ પી.એમ.આંગડિયા પેઢીના સંચાલક રોકડ મતા થેલામાં ભરીને ધરે જઈ રહ્યા હતા ત્યારે તેમના ધર નજીક મોટર સાઇકલ પર આવેલા એક બુકાનીધારી શખ્સેએ બંદૂક બતાવીને આંગડિયા પેઢીના સંચાલક પાસેથી અંદાજે 40 લાખની રોકડ મતા ભરેલા થેલાની લુંટ ચલાવી હતી.

ત્યારે આંગડિયા પેઢીના સંચાલકે આજીજી...કરતાં થેલામાંથી પેન ડ્રાઈવ અને લેપટોપ પરત આપીને નાશી ગયો હતો,આ બનાવની પોલીસને જાણ થતાં ધટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દોડી જઈને તપાસ હાથ ધરી છે,

આમ ગુજરાતમાં ભલે ચુસ્ત કાયદો વ્યવસ્થા હોવાના દાવાઓ કરવામાં આવે પણ તાજેતરમાં જ બનેલ મહેસાણા હાઈવે પર બસહાઈજેક કરી ને થયેલ લુંટ,અને ગઈકાલના આ બે બનાવો સલામત ગુજરાત કેવું તેનો ચિતાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.