જામનગરમાં જયારે પ્રથમ વખત થયું આવું..

પરિવારનો નિર્ણય સરાહનીય

જામનગરમાં જયારે પ્રથમ વખત થયું આવું..
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર:

જામનગરનો વતની એવો એક ભાનુશાલી યુવક સુરત નોકરી માટે ગયો હતો,પરંતુ ત્યાં થયેલ કાર અકસ્માતમાં તેનું બ્રેઈનડેડ થતા તેમના પરિવારે પોતાનો પુત્ર તો બચ્યો નહિ પણ કોઈ અન્યની જિંદગી તેના અંગો થકી બચી જાય તેના માટે આ પરિવાર દ્વારા બ્રેઈનડેડ પુત્રના અંગોને દાનમાં આપવાનો નિણર્ય કરતાં જ જામનગર જીલ્લાના વહીવટીતંત્ર દ્વારા આ અંગેની યોગ્ય વ્યવસ્થા તાકીદે ઉભી કરી દઈને ગ્રીનકોરીડોર રચી અને ગતમોડીરાત્ર થી આજે વહેલી સવાર સુધી અમદાવાદની ટીમો દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ બ્રેઈનડેડ નીરજ ના હ્રદય સહિતના અવયવો ને અન્યના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે,

જામનગરના ભાનુશાલી સમાજનો નીરજ ફલીયા નામનો યુવક..મૂળ જામનગરનો વતની છે,સુરત મા નોકરી કરવા માટે ગયેલા નીરજનું થોડાદિવસો પૂર્વે  માર્ગ અકસ્માત થતા તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો,જે બાદ સુરતની હોસ્પિટલમાં તબીબોની અથાગ મહેનત છતાં પણ પરિણામ પ્રાપ્ત ના થતા તેને જામનગર ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં પણ તેના શરીરમાં કોઈ રિકવરી ના થતા પરિવારના જ ડોક્ટર ફલીયાના માર્ગદર્શન હેઠળ પરિવારજનોએ  બ્રેઈનડેડ યુવક એવા નીરજના હાર્ટ,કીડની,આંખો અને લીવર સહિતના અંગોનું દાન કરવા માટે હોસ્પિટલ સતાવાળાઓ ને જાણ કરતાં હોસ્પિટલતંત્ર એ આ મામલે જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ તંત્ર સહિતની સાથે સંકલન સાધીને આ અંગે જરૂરી વ્યવસ્થા કરી અને હાર્ટટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી ગ્રીનકોરીડોર ઉભો કરવા સહિતની વ્યવસ્થાઓ પણ યુદ્ધના ધોરણે ઉભી કરાઈ હતી,

મૃતકની ફાઈલ તસ્વીર 

આપણે ત્યાં સામાન્ય રીતે ચક્ષુદાન,અને દેહદાન થતા આવતા હતા પણ આધુનિક ટેકનોલોજીના સમન્વય થી છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેઈનડેડ વ્યક્તિના શરીરમાં થી અમુક અવયવો જો ચોક્કસ પદ્ધતિ થી અમુક કલાકોમા જ નિષ્ણાત તબીબો દ્વારા કાઢી લઇને એ અવયવો સામે જે વ્યક્તિ ને આપવાના છે તેને તુરંત જ ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામા આવે તો એવા દર્દીઓને નવજીવન મળી શકે છે,જામનગર જિલ્લામાં હાર્ટટ્રાન્સપ્લાન્ટ સહિતના અવયવોને દાનમાં આપી દેવાનો આ પ્રથમ કિસ્સો જ હોવાનું ઓર્ગન ફાઉન્ડેશનના કો ઓર્ડીનેટરજણાવે છે,અને તેમનો દાવો છે કે જામનગરના નીરજ ફલીયાના હાર્ટ,કીડની,આંખો અને લીવર ૧૦ દર્દીઓ માટે જીવતદાન બનશે.

નીરજ નું હ્રદય જામનગર વહીવટીતંત્ર દ્વારા ગતરાત્રીના ગ્રીન કોરીડોર જે બનાવવામાં આવ્યો હતો તેની મદદ થી અમદાવાદથી આવેલ સીમ્સ હોસ્પિટલ અને ડો.પ્રાંજલ મોદી અને અને ડો.સંકલ્પ વણજારા ની ટીમ જામનગર આવી પહોચી હતી,અને તેના પ્રયાસોથી યુવાનનું હૃદય 280 કિ.મી. દૂર અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. તેમજ બન્ને કિડની અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે,

મૃત્યુબાદ પણ જીવંત રહેવ હોય તો અંગદાન થકી મૃત થયેલ વ્યક્તિ પણ જીવંત રહી શકે છે,તે આ કિસ્સા એ જામનગરમાં પણ પ્રથમવખત સાબિત કરી આપ્યું છે,મૃતક નીરજ પણ કોઈનો વ્હાલસોયો દીકરો હતો,નીરજ બે બહેનોનો વ્હાલસોયો એકનો એક ભાઈ પણ હતો,પણ કુદરત સામે કઈ ના ચાલ્યું પણ પરિવારે જ હિમ્મતભેર નિર્ણય કર્યો તે અન્ય લોકો માટે પણ દ્રષ્ટાંતરૂપ છે,આ નિર્ણય સમગ્ર ભાનુશાળી સમાજ અને જામનગરને પણ ગૌરવ અપાવ્યું છે.