કાસમ ખફીનું જામનગર ગ્રામ્યની પ્રજા માટે આ છે યોગદાન

કોંગ્રેસે ઘડી છે આવી રણનીતિ

કાસમ ખફીનું જામનગર ગ્રામ્યની પ્રજા માટે આ છે યોગદાન

Mysamachar.in-જામનગર:

જામનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસનાં ધારાસભ્યએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કરીને રાજીનામું આપી પક્ષપલ્ટો કરતા આ વિસ્તારની પ્રજાને ભારે આંચકો લાગ્યો છે.ત્યારે આ બેઠક સર કરવા કોંગ્રેસે પણ કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે એક એક લોકસભા બેઠક જીતવા રણનીતિ ઘડી છે અને કોંગ્રેસના ગઢ સમાન આદિવાસી, દલીત સહિત ઓબીસી મતદારોના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે લઘુમતી, દલીત, ઓબીસી વગેરે મતદારોનો બહોળો સમૂહ ધરાવતી જામનગર ગ્રામ્યની બેઠક પરથી નવા ચહેરા તરીકે કાસમ ખફીનું નામ ભારે ચર્ચા સાથે આગળ હોય લોકસભા સીટમાં પણ કોંગ્રેસને ફાયદો થવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે,

જામનગર વિસ્તારના કાસમ ખફી કોઈ રાજકીય પરિચયને મોહથાજ નથી કેમ કે, કાસમ ખફીની લડાયક નેતા તરીકેની છાપ વર્ષોથી છે.૨૦૦૦ થી ૨૦૦૫ સુધી જામનગર તાલુકા પંચાયતના સદસ્ય ઉપરાંત તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ૩ વર્ષ સુધી જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી રહ્યા બાદ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે રહીને લોકોની સેવા કરી છે. ઉપરાંત કાસમ ખફી રાજકીય સફરની સાથે  વોર્ડ નં.૧ માં, કેવડાપાટ વિસ્તારમાં, ઢીંચડા, માધાપર ભૂંગા, સહિતના વિસ્તારોમાં દલીત, કોળી વગેરે સમાજના બાળકો માટે નવી શાળા મંજૂર કરાવીને શિક્ષણક્ષેત્રે પણ મહત્વનુ યોગદાન આપ્યું છે.બીજી તરફ જામનગર તાલુકામાં કાયમ માટે પીવાના પાણીની સમસ્યા રહેતી હોય સસોઈ જુથ યોજનાના ૩૨ ગામોની પાણી લડત સમિતિના પ્રમુખ પદે રહીને ૭૦ હજાર લોકોના પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા.

ઉપરાંત રાજકીય જવાબદારી સાથે કાસમ ખફી સામાજિક જવાબદારી પણ સારી રીતે બજાવી છે. પોતાના અપના ટ્રસ્ટના માધ્યમથી સમાજમાંથી કુરીવાજો દૂર કરવા સમૂહ લગ્નનું આયોજન, શિક્ષણ, આરોગ્યક્ષેત્રે તેમની કામગીરી જામનગર તાલુકાની પ્રજા સારી રીતે જાણે છે,આમ ભાજપના ૨૨ વર્ષના શાસન દરમ્યાન જામનગર તાલુકામાં કોંગ્રેસનો ગઢ મજબૂત કરવામાં કાસમ ખફીનો સિંહફાળો છે કેમ કે જેનો પરચો કાસમ ખફીએ વિધાનસભાની,તાલુકા તથા જિલ્લાપંચાયતની ચુંટણીમાં આપ્યો છે,

ભાજપના વાવાઝોડા વચ્ચે પણ તેઓ જામનગર કોર્પોરેશનમાં વોર્ડ નં.૧ કોર્પોરેટર તરીકે મુખ્ય ચહેરા તરીકે રહીને પોતાની કોંગ્રેસની પેનલમાં ઉમેદવારોની ૧૦ હજારની લીડથી વિજય અપાવ્યો હતો. ત્યારે જામનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ફાઇનલ કરવાની  હાલ તો કવાયત હાથ ધરી છે, ત્યારે આ બેઠક પર ભાજપની સામે લડી શકે અને વિશ્વાસઘાત ન કરે તેમજ ટક્કર આપે તેવો પ્રજાનો માણસ હોય તો તે કાસમ ખફી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને કાસમ ખફીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવે તો લોકસભાની સીટ માટે આ ઉમેદવાર નિર્ણાયક પરિણામ લાવી શકે તેવું ગણિત મંડાઇ રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.