મોબાઈલ ચાર્જમાં મુકીને ઉપયોગ કરનાર લોકો માટે આ છે લાલબતી સમાન કિસ્સો..

તમે પણ વાંચો..

મોબાઈલ ચાર્જમાં મુકીને ઉપયોગ કરનાર લોકો માટે આ છે લાલબતી સમાન કિસ્સો..
Symbolic Image

Mysamachar.in-વડોદરા:

આજકાલ લોકોને અને ખાસ કરીને યુવાઓને કોઈના પણ વિના ચાલશે પણ દિવસની એક પણ મીનીટ જાણે સ્માર્ટફોન વિના ચાલતી નથી,પછી તે બેઠતા,સુતા કે ત્યાં સુધી કે શૌચક્રિયા વખતે પણ સ્માર્ટફોન હમેશા સાથે જ રાખવાનું જાણે એક ચલણ થઇ ચૂક્યું છે,ત્યારે વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે,જે કેટલાક મોબાઈલ પાછળ પાગલ વપરાશકર્તાઓને ચોંકાવી દે તેવી છે,


વડોદરામાં જે ઘટના સામે આવી તેમાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે.જી..હા એકદમ સાચી વાત છે,મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ  જોઈ રહેલો વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં રહેતો મૂળ યુ.પી.નો વતની શિવભારતી  નામનો યુવક ગતસાંજે તે પોતાનો મોબાઇલ ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો.એકાએક મોબાઇલ  ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો.જે બાદ ઘરમાં હાજર તેનો ભાઈ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જઈ રહ્યો હતો પણ તેને સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું છે.