આ છે જામનગર મહાનગરપાલિકાની TPO બ્રાંચ, નોટીસ આપે ૧૫૦ને અમલવારી ૧૦માં.!

રક્ષણ આપવાની નીતિ...

આ છે જામનગર મહાનગરપાલિકાની TPO બ્રાંચ, નોટીસ આપે ૧૫૦ને અમલવારી ૧૦માં.!
FILE IMAGE

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા ના અમુક વિભાગોની ટીકા છડેચોક થઇ રહી હોવા છતા જાણે બિલાડીની જેમ આખો મીંચીને હમ નહી સુધરેંગેની હાલતમા હોય છે, જેમા ટીપીઓ અને એસ્ટેટ શાખા મોખરે છે, અધીકૃત માહિતી મુજબ ૧૫૦ જેટલા ગેરકાયદેસર બાંધકામોને નોટીસો અપાઈ ગઈ છે ( બિનસતાવાર તો આ આકડો ત્રણસોથી વધુ છે) પરંતુ તેમાંથી  તૂટ્યા માત્ર ૧૦ આનો મતલબ શું .? એ જમતલબ થાય કે ગેરકાયદેસર બાંધકામ તોડવાની મનપાના સતાવાળાઓની ઇચ્છા જ નથી બીજુ આવા બાંધકામો માટે પહેલા આધારો રજુ કરવાની નોટીસ આપી આસામી ને લેફ્ટ રાઇટ કરાવી બાદમાં "લાભ" થઇ જાય તો પ્રકરણ અભેરાઇ ઉપર ચડાવી દેવુ ત્રીજુ આવા બાંધકામ ઓથ હેઠળ જ થાય છે માટે એ ઓથ ઘણી વખત કર્મચારીઓને પણ હુકમ કરી શકે તેવી હોય....

ચોથુ એ છે કે મામકાઓના આ પ્રકારના બાંધકામ સામે આખ આડા કાન કર્યા હોય તેના આધારે અમુક ચબરાક આસામીઓ પોતાના માટે લાભ જોકે ખરેખર ગેરલાભ લઇ લે છે પાંચમુ એ છે કે એક આખી સિન્ડીકેટ કામ કરે છે જે ગેરકાયદેસર બાંધકામ ને ઉજાગર કરે બાદમા તેમાંથી લાભ લઇ સતાવાળાઓને પણ લાભ અપાવે આવી અનેક પ્રક્રિયામા સૌ લગતનો નાનો મોટો રોલ હોય જ છે અને ભાગબટાઇ થાય છે તેવા ખુલ્લેઆમ આક્ષેપ જ નહિ પરંતુ બધુ પુરવાર થવા લાગ્યુ છે, આ સિવાય આ શાખા એ છેલ્લા બે વર્ષમા માત્ર જુજ  એટલે કે તેઓ જે આંક બતાવે છે તેના દસ ટકા નહિ તેટલા ગેરકાયદે બાંધકામ તોડ્યા છે, બાકીના નથી તૂટતા તો તેના કારણો  કેમ જાહેર કરવામાં નથી આવતા કારણ કે મામકા ન હતા તેના જ તોડ્યા બાકી સૌ મામકા છે કાં તો કોઇ ખાસ "ચલણ" ભરી મામકા થઇ ગયા એમનુ ગેરકાયદેસર બાંધકામ વણલખ્યા નિયમથી કાયદેસર ગણી લેવાયા કેમકે "વહિવટ" પુરતા થયા છે તેમ પણ જોરશોરથી ચર્ચાય છે., અનેક આવા કિસ્સામા નોટીસ આપી  એટલે કામ પૂરું આવું માનીને ટીપીઓ તંત્ર બેસી જાય છે અને ટોપલો એસ્ટેટ પર ઢોળી દે.. ત્યારે આવુ જ કર્યા  કરશે તો શહેર આખું દબાણમાં ફેરવાઈ જશે તેમા બેમત નથી તેમ શંકા વ્યક્ત કરીને નોટીસો તો "વહીવટ" નો જ ખેલ છે તેમ સુત્રો ખુલ્લેઆમ આક્ષેપ કરે છે.