Mysamachar.in-જામનગર:
હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક લોકોને લોકડાઉન દરમિયાન તંત્ર દ્વારા મુક્તિ આપવામાં આવી છે, જેમાં તબીબો, પત્રકારો, પેરા મેડીકલ સ્ટાફ, અને આવશ્યક ચીજવસ્તુઓ વેચાણ કરનારાઓનો સમાવેશ થાય છે, પરંતુ આ તમામની વચ્ચે ગતરાત્રીના એક બાબત એવી સામે આવી કે ખુદ પોલીસ પણ ચોકી ગઈ…પંચકોશી એ ડીવીઝન પોલીસનો સ્ટાફ ખીજડીયા બાયપાસ નજીક ચેકિંગમાં હતા ત્યારે ત્યાંથી એપ્રેન્ટ પહેરીને એક મહાશય એકટીવામાં પસાર થઇ રહ્યા હતા ત્યારે તેને પોલીસે અટકાવી અને પુછતાછ કરતા પોતે પત્રકાર હોવાનું કહ્યું હતું…
જેથી પોલીસ પણ ઘડીક વિચારમાં પડી ગઈ કે ડ્રેસ ડોક્ટર જેવો અને પત્રકાર કેવી રીતે હોય શકે…જેથી તેની તપાસની કરતા તેના વાહનની ડેકીમાંથી સ્ટેથોસ્કોપ, વગેરે પણ મળી આવ્યા ઉપરાંત તેની પાસેથી એક સાપ્તાહિકનું આઇકાર્ડ પણ મળી આવ્યું હતું, તે કાર્ડ પણ નકલી હોય પોલીસ દ્વારા આ મામલે ડોક્ટર અને પત્રકાર ના હોવા છતાં ઓળખ આપનાર સુનીલ મનસુખલાલ પંડ્યા જે વામ્બે આવાસની બાજુમાં રહે છે તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.