ગ્રાહકની જેમ જ ATM સેન્ટરમાં પહોચેલા એ શખ્સોએ આ રીતે તોડ્યું ATM

૧૪ લાખની રોકડ લઇ શખ્સો ફરાર

ગ્રાહકની જેમ જ ATM સેન્ટરમાં પહોચેલા એ શખ્સોએ આ રીતે તોડ્યું ATM

Mysamachar.in-સુરત:

સુરતના ઇચ્છાપોર વિસ્તારમા આવેલા કોર્પોરેશન બેંકના એટીએમને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યાની ઘટના સામે આવી છે,મોડી રાત્રે સૌ પ્રથમ એટીએમનુ બહારનુ તાળુ ગેસ કટરથી કાપી નાખી એટીએમ સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો, જે  બાદ એટીએમ મશીનમા લાગેલા સીસીટીવી કેમેરાના વાયર તોડી નાખી અને  ગેસ કટર વડે તસ્કરોએ આખે-આખુ એટીએમ મશીન કાપી નાખ્યુ હતુ અને એટીએમ મશીનની અંદરના રૂપિયા 14 લાખ જેટલી રોકડની ચોરી કરી નાશી છૂટ્યાની ઘટના સામે આવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે,પોલીસે આ ગુન્હાનો ભેદ ઉકેલવા એફએસએલ,ડોગ સ્ક્વોડ,સહિતની ટીમોની મદદ પણ લીધી છે.