લાલપુરમાં પ્રેમપ્રકરણનો આવો કિસ્સો આવ્યો સામે

જાણો શું થયું.?

લાલપુરમાં પ્રેમપ્રકરણનો આવો કિસ્સો આવ્યો સામે

Mysamachar.in-જામનગર:

યુવતી સાથે ૪ વર્ષ પહેલાં પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થઇ ગયા હતા. પરંતુ યુવક વારંવાર યુવતીને ફોન કરતા તેણીના પતિએ આ સંબંધો તોડી નાખવાનું કહીને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા યુવકે આપઘાત કરી લીધાનો ચોંકાવનારો બનાવ લાલપુર સામે આવ્યો છે,

આ બનાવની વાત જાણે એમ છે કે, લાલપુરના ધરારનગરમાં રહેતા દિલાવર નામના યુવકને ૪ વર્ષ પહેલાં ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમ્યાન આ યુવતીએ લાલપુરમાં જ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. તેવામાં દિલાવર યુવતીના લગ્ન બાદ પણ પ્રેમસંબંધ ચાલુ રાખવા ફોન કરતો હોય, તેની જાણ યુવતીના પતિ વિપુલને થઈ હતી. આથી વિપુલ ઘેટીયા અને તેના મિત્ર મયુર ગડારાએ દિલાવરને કહ્યું હતું કે હવે તેના મારી સાથે લગ્ન થઇ ગયા છે અને તે મારી પત્ની છે. તુ તેને ભૂલી જા નહીંતર તને અને તારા પરિવારને ખતમ કરી નાખશું,

આવી ધમકી વિપુલ ઘેટીયા અને મયુરે આપતા દિલાવરને મનમાં લાગી આવ્યું અને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરીને સુસાઈડ નોટમાં આપઘાતનું કારણ જણાવીને વિપુલ અને મયુર નામનો ઉલ્લેખ કર્યો હતો. આથી પોલીસે મૃતક યુવકના પિતા રાણાભાઈ નોતિયારની ફરિયાદના આધારે આપઘાતની દુષ્પ્રેરણાનો વિપુલ અને મયુર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.