ફરજથી ફગી જઇ ઉબાંડીયા લેતા DEO ની શિક્ષણજગતમા ટીકા

શિક્ષણ વિભાગના ઠરાવથી પણ ભાઇ એક ડગલુ આગળ

ફરજથી ફગી જઇ ઉબાંડીયા લેતા DEO ની શિક્ષણજગતમા ટીકા

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાશિક્ષણાધિકારી જેમની પાસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પણ ચાર્જ છે,તેઓ ફરજથી ફગી જઇ અમુક ઉંબાડીયા લેતા હોઇ ખુબજ ટીકાપાત્ર બન્યા છે,જામનગર શહેર તેમજ જિલ્લામા શિક્ષણ નું સ્તર  સુધરે શાળાઓ તમામ નિયમોના ચુસ્ત પાલન કરે સ્કુલોમા સેફટી ઓડીટ નિયમિત થાય વગેરે અનેક બાબતો અતિ આવશ્યક અને ટોચ અગ્રતા આપવાની છે,છતા ન કરવાના કામ વધુ કરે છે,તેવુ શિક્ષણ વર્તુળોમા હાલ ચર્ચાઈ રહ્યું છે,?તાજેતરમા ગ્રાન્ટેડ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા જો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો તે શાળાના આચાર્ય અને શિક્ષકોના પગાર પત્રક અટકાવવામા આવશે તેવો પત્ર પણ તેવોએ કરતાં ખુબ જ ટીકાઓનો વરસાદ થઇ રહ્યો છે,

-માધ્યમિક શિક્ષણ વિનિયમો મા આવી કોઇ જોગવાઇ જ નથી..

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિનિયમોમા આવી કોઇ જોગવાઇ નથી કે ગ્રાન્ટેડ શાળામા સંખ્યા ઘટે તો શિક્ષકોના પગાર અટકાવવા હા ,સંખ્યા જળવાય અને વધારો થાય તેની સમીક્ષા કરી તે દિશામા પગલા લેવા શાળાઓને માર્ગદર્શન ચોક્કસ આપી શકાય 

-શિક્ષણ વિભાગના ઠરાવથી પણ ભાઇ એક ડગલુ આગળ વધ્યા

શિક્ષણ વિભાગ એ ગ્રાન્ટકાપ વર્ગ વધારા કે ઘટાડા વગેરે બાબતોએ પગલા લેવા ઠરાવ કર્યો છે જેમા ગ્રાન્ટેડશાળા મા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો તાકીદ કરવાની અને પગલા લેવા તેવુ જણાવ્યુ છે ત્યારે ભાઇશ્રી ડી.ઇ.ઓ.તો સીધા જ શિક્ષકોના પગાર અટકાવવા સુધી પહોંચી ગયા

સરકારી શાળાઓ સામે સંખ્યા બાબતે પગલા કેમ નહી?

રાજ્ય સરકારની એટલે કે સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે,તે અંગે પગલા લેવા સરકારની સુચના છે,છતા પરિપત્રમા સંબોધન માત્ર ગ્રાન્ટેડ શાળાઓને કરાયુ છે,ત્યારે સૌ પ્રથમ  સરકારી શાળાઓમા પગલા લેવાની ચુસ્તી ડી.ઇ.ઓ. શા માટે દાખવતા નથી તેવા સવાલો શિક્ષણ જગત અને સમીક્ષકોમાંથી ઉઠ્યો છે.