દેહદાન અને નેત્રદાનનો સંકલ્પ,આજની યુવા પેઢી માટે આ છે ઉદાહરણ..

જાણો શું થાય છે દેહનો ઉપયોગ..

દેહદાન અને નેત્રદાનનો સંકલ્પ,આજની યુવા પેઢી માટે આ છે ઉદાહરણ..

mysamachar.inજામનગર 

આપણે ત્યાં આજના સમયમાં કેટલાક યુવાનો તો રક્તદાન કરતાં પૂર્વે પણ પાંચ વખત વિચાર કરતાં હોય છે,તેવામાં જામનગરના એક ટ્રાન્સપોર્ટરે મૃત્યુબાદ દેહદાન અને નેત્રદાનનો સંકલ્પ કરી સમાજને અને ખાસ કરીને યુવાનોને એક કઈક નવું કરવાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે,

જામનગરમા રાધેક્રિષ્ના લોજીસ્ટીકના નામથી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા કમલેશ બુદ્ધદેવ દ્વારા આજે અચાનક કઈક સમાજઉપયોગી કાર્ય કરવાની પ્રેરણા ઉદભવતા તેવો એ જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજના એનેટોમી ડીપાર્ટમેન્ટમા દેહદાન અને જી.જી.હોસ્પિટલના નેત્રચિકિત્સા વિભાગમાં નેત્રદાન કરવાનો સંકલ્પ કરી અને એક ઉતમ ઉદાહરણ પુરુ પાડી અને અન્ય લોકોને પણ આવા કાર્યો કરવા માટે પ્રેરણા આપી છે,કમલેશ બુદ્ધદેવ માયસમાચાર ને જણાવે છે કે ના માત્ર મેં આ સંકલ્પ કર્યો ,હું બીજા લોકોને પણ આવા સંકલ્પો કરવાની પ્રેરણા આપતો રહીશ,અને માણસે પોતાના જીવનદરમિયાન રક્તદાન કરી અને લોકોની મહામુલી જિંદગી પણ બચાવવામા પણ પોતાનું યોગદાન આપવું જોઈએ.

શું થાય છે દેહનો ઉપયોગ..

દેહદાન કરનાર વ્યક્તિના શરીરમાં ખાસ પ્રકારનું કેમિકલ નશ દ્વારા ચઢાવવામાં આવે છે,જેના કારણે દેહ સડતો નથી,અને દુર્ગંધ પણ આવતી નથી,ત્યારબાદ દેહને મેડીકલ કોલેજના એનાટોમી વિભાગમાં સાચવવામાં આવે છે,અને દેહનો ઉપયોગ તબીબીક્ષેત્રનો અભ્યાસ કરનાર  વિદ્યાર્થીઓ આ દેહ પર વિવિધ અભ્યાસો કરે છે,અને એક દેહમા થી ઘણા બધા વિદ્યાર્થીઓને તબીબી ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.