સાંસદ પૂનમબેન માડમની રાજકીય,સામાજિક અને સેવાકીય કામગીરીની આ છે ઝલક..

વાંચો વિગતે

સાંસદ પૂનમબેન માડમની રાજકીય,સામાજિક અને સેવાકીય કામગીરીની આ છે ઝલક..

Mysamachar.in-જામનગર:

આવતીકાલ ૨૩ એપ્રિલના રોજ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોમાં એક જામનગર લોકસભા બેઠકનું મતદાન પણ યોજાશે,ત્યારે જામનગરના વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની એક આગવી લોકચાહના આ વિસ્તારમાં વર્ષોથી જોવા મળી રહી છે, અને તેવોના ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ અભૂતપૂર્વ લોકપ્રતિસાદ તેમને જોવા મળ્યો છે,પૂનમબેનને જન્મથી, ગળથૂથીમાં સુરાજયના સંસ્કારો મળેલા છે, નિષ્ઠા હોય, લગન હોય,આકાશને આંબવાની હામ હોય અને રાજકીય કુનેહ હોય તો કોઈપણ નેતા સફળ થાય જ છે, પૂનમબેન રાજકારણમાં સમાજ સેવાનો પ્રવેશ કરાવે છે, સમાજસેવામાં રાજકારણ તેઓ શરૂથી નકારી દે છે,

જામનગરના લોકપ્રિય સંસદ સભ્ય પૂનમબેન માને છે કે..Your work should speak, not you. બરાબર આ સૂત્રને અનુસરતા તેઓએ સમાજ ઉપયોગી કાર્યોની હારમાળા શરૂ કરી દીધી છે. ગૌરક્ષા હોય કે, વ્યસનમુક્તિ, વિદ્યાર્થીઓને અભ્યાસમાં શિષ્યવૃતી આપવાની હોય કે પોતાના મતવિસ્તારની જનતાના સતત સંપર્કમાં રહેવાનું હોય, તેઓના અટવાઈ ગયેલા કાર્યો કરવાના હોય. પૂનમબેન આ બધામાં આગળ રહે છે. સમાજની સેવા કરવાની તક સાથે તેઓ પોતાના પદની ગરીમા ઉજ્જવળ કરી રહ્યા છે,

પૂનમબેને કોમર્સમાં સ્નાતકની પદવી અંગ્રેજી માધ્યમમાં પસાર કરેલ છે અને વ્યવસાયે ખેતી અને બિઝનેસ સંભાળે છે, તેઓ લોકસભા ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલ છે. સંસદ સભ્યની રૂએ પૂનમબેનની ભારત સરકાર દ્વારા ત્રણ અતિ અગત્યની કમિટીઓ જેવી કે પાર્લામેન્ટરીની સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇન્ડસ્ટ્રીઝ તેમજ મહિલા સશક્તિકરણની સ્ટેન્ડીંગ કમિટી તેમજ કન્સલ્ટેટિવ કમિટી ઓન સિવિલ એવિએશન મિનિસ્ટ્રીમાં સભ્ય તરીકે નિયુક્તિ કરેલ છે. પૂનમબેન ડિસેમ્બર-૨૦૧૨ થી મે-૨૦૧૪ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે,આ ઉપરાંત પૂનમબેન વિવિધ સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને રક્તદાન કરતી સંસ્થાઓમાં અલગ-અલગ હોદ્દા પર કાર્યરત રહ્યા છે. જેમ કે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે. તેમજ વિવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે જેવી કે આહીર સમાજ અને આહિર વિદ્યાર્થી ભવન, આહીર સમાજ ખંભાળિયા, અખિલ ભારતીય આહિર સેવા સમાજ દ્વારકા તેમજ યદુનંદન આહિર એજ્યુકેશન ટ્રસ્ટ ખંભાળિયામાં બિરાજેલ છે.આ ઉપરાંત પૂનમબેન વિવિધ સંસ્થાઓમાં માન.સભ્ય તરીકે આરૂઢ છે. જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર લેડીસ ચેમ્બર ઓફ કોમર્સ, લાયન્સ ક્લબ (મેઇન),CRY અને OXFAM માં ડોનર મેમ્બર અને વોલિયન્ટર તરીકે સેવાઓ બજાવે છે.

પૂનમબેન માડમના પિતા હેમતભાઇ માડમ સતત ચાર ટર્મ સુધી ખંભાળિયા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે અપક્ષ ચૂંટાયેલા હતા અને સેવા આપી હતી. જામનગર નગરપાલિકાના પ્રમુખ પદે અને મહાનગરપાલિકાના મેયર પદે ત્રણ વખત વરાયા હતા. તેમના દાદા પ્રથમ વિધાનસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડ્યા હતા. જ્યારે મોટાબાપા ઘેલુભાઈ માડમ બે વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. સમગ્ર જામનગર જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં આહીર સમાજની સાથે-સાથે અનેક સમાજો અને નબળા વર્ગોને સામાજિક તેમજ રાજકીય રીતે જાગૃત કરવામાં અને વિકાસમાં તેમના પરિવારનો અમુલ્ય ફાળો છે,

પૂનમબેન માડમે અને તેમના પિતાની સ્મૃતિમાં ટ્રસ્ટની સ્થાપના કરી અને સતત સાત વર્ષથી અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકાર્યો કરી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા ગૌસેવા સારવાર કેન્દ્ર કાર્યરત છે. જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ગાયોની વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે,રમત-ગમત ક્ષેત્રે ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ,વોલીબોલ,ફૂટબોલ,બાસ્કેટબોલ,કબડ્ડી જેવી ટુર્નામેન્ટનું આયોજન કરીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કપિલદેવ, સહેવાગ, યુસુફ પઠાણ,પાર્થિવ પટેલ,પ્રજ્ઞાન ઓઝા, મુનાફ પટેલ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓને નિમંત્રિત કરી ખેલાડીઓને પ્રેરણા પ્રોત્સાહન આપવામાં આવે છે.સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં યથાયોગ્ય યોગદાન આપવામાં આવે છે.

આરોગ્ય ક્ષેત્રે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ જેવા કેમ્પો યોજાય છે, એઇડ્સ, ડાયાબિટીસ, સ્વાઇનફ્લુ, ડેન્ગ્યુ જેવા રોગોના પ્રતિકાર માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે,કુદરતી આફતો સમયે કામગીરીમાં પણ અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા, ફૂડ પેકેટ્સ આપવા જેવી કામગીરી કરી છે. ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી અંગે કાર્યક્રમો, ગ્રાહક સુરક્ષા અંગે માર્ગદર્શન કેમ્પ યોજી પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવે છે. તેમજ જાહેર જનતાને સ્પર્શતા પ્રશ્નોની પણ ટ્રસ્ટ દ્વારા નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવે છે,

પૂનમબેન માડમ ૨૦૧૨માં ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. તેમના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે તેમના મતવિસ્તારના લગભગ તમામ ગામડાઓનો પ્રવાસ કરીને સતત લોકસંપર્ક જાળવી રાખ્યો છે.તેમજ ખંભાળિયા, ભાણવડ વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો પૂર્ણ થયા છે, તો અસંખ્ય નાના-મોટા પ્રોજેક્ટો મંજુર કરાવી તે અંગેની કામગીરી શરૂ કરાવેલ છે અને પ્રજાના પ્રશ્નોના નિકાલ અંગે રાજ્ય સરકારના જુદા-જુદા ખાતાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જે તે સમયે રજૂ થયેલા પ્રશ્નોમાંથી નીતિ વિકાયક કે સબ જ્યુડીશ બાબતો સિવાયના મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું,

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૧૨-જામનગર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય તરીકે વિજેતા થયા છે, સંસદ સભ્ય તરીકે તેઓ તેમના મત વિસ્તારમાં સતત લોકસંપર્ક સાથે કાર્યરત છે. કેન્દ્ર સરકારના માધ્યમથી જામનગર જિલ્લો તથા દ્વારકા જિલ્લાને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. જામનગરના અનેક પ્રશ્નોની તેમણે ઉચ્ચસ્તરે રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રના પ્રશ્નોની અસરકારક રજુઆત કરવામાં આવી છે. તેમના મત વિસ્તારમાં આવતા યાત્રાધામ દ્વારકા શહેરની કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ સિટી તરીકે વિકસાવવા માટે પસંદગી થઇ છે અને શિવરાજપુર બીચનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે,જીનીવામાં ગ્લોબલ કોન્ફરન્સ ઓફ યંગ પાર્લામેંટ્રીયન્સમાં તેમણે ભારતના સંસદ સભ્ય તરીકે ભાગ લીધો હતો. તેમજ જીનીવામાં યોજાયેલ વર્લ્ડ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનની ૧૩૧મી એસેમ્બલીમા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સાથે ભાગ લેવાનો અવસર મળ્યો હતો.પૂનમબેન દ્વારા અનેક ક્ષેત્રમાં ભૂતકાળમાં ક્યારેય પણ ના થઈ હોય તેવી અસરકારક કામગીરીઑ અલગ-અલગ ક્ષેત્રોમાં કરવામાં આવી છે.જેના પર નજર કરવામાં આવે તો,

પોસ્ટવિભાગ સંબંધિત કામગીરી:

-ચીફ પોસ્ટ માસ્ટર જનરલની હાજરીમાં જામનગરમાં પહેલી વાર પોસ્ટ ડિપાર્ટમેન્ટની “ગ્રાહક મીટ”
-ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી)નું ઉદઘાટન
-જામનગર જનરલ પોસ્ટ ઑફિસમાં પાસપોર્ટ સુવિધા શરૂ થઈ. (અગાઉ લોકોને પાસપોર્ટ પ્રક્રિયા માટે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું.)
-૩ પોસ્ટ ઓફિસોને અદ્યતન ઇમારતમાં ખસેડાઇ.(જૂની ઇમારતો ઓછી સજ્જ  હતી)

રેલ્વે ક્ષેત્રમાં કરેલ મહત્વની કામગીરીઓ:

-૩૪ વર્ષમાં પહેલી વખત, જામનગર થી મુંબઈની નવી ટ્રેન"હમસફર ટ્રેન"(જામનગર-બાંદ્રા)નો પ્રારંભ.
-નવી અઠવાડીક ટ્રેન હાપા-બિલાસપુરનો પ્રારંભ.
-કવિગુરુ એક્સ્પ્રેસ ટ્રેનને જામજોધપુરમાં સ્ટોપેજ મળ્યું.
- જેતલસર ટ્રેન (પોરબંદર-રાજકોટ-પોરબંદર)ને બાલવા ખાતે સ્ટોપેજ મળ્યું.
-ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસને ભાટિયા સ્ટોપેજ મળ્યું.
-ઓખા-દેહરાદૂન એક્સ્પ્રેસને ભાટિયા સ્ટોપેજ મળ્યું.
-પોરબંદર-હાવડા-પોરબંદર ટ્રેનને ભાણવડ સ્ટોપેજ મળ્યું.

-એફઓબી (ફૂટ ઓવરબ્રિજ)ની પરવાનગી સાથે ખંભાળિયા રેલ્વે સ્ટેશને બીજા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન લોકાર્પણ.
- દ્વારકામાં આધુનિક રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન તેમજ લિફ્ટ સહિતની સુવિધાઓ.
 પ્રસાદ યોજના હેઠળ- પ્રવાસીઓની સુવિધા માટે ફેસિલિટી સેન્ટરનું બાંધકામ દ્વારકામાં મંજૂર કરવામાં આવ્યું છે.
-જામનગર સ્ટેશન પર લિફ્ટ સુવિધાનું ઉદ્ઘાટન.
-જામનગર અને હાપા ખાતે એસ્કેલેટરના નિર્માણકાર્યનો પ્રારંભ.
-બાયો-ટોઇલેટ સિસ્ટમની સુવિધા રજૂ કરવામાં આવી છે અને તેનો ઉપયોગ દ્વારકાથી કાનાલૂસ રેલ્વે સ્ટેશન સુધી કરવામાં આવે છે.

-રાજકોટ-કાનાલૂસ ડબલ ટ્રેકની ૧૧૧ કિમીનું કામ હાથ ધરવામાં આવ્યું.
-રાજકોટ-હાપાના વિદ્યુતિકરણ પ્રોજેકટના કાર્ય.
-લાલપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મના વિસ્તરણ અને જાહેર જનતાના લાભ માટે તેનું લોકાર્પણ.
-ભાણવડ રેલ્વે સ્ટેશન ખાતે સારી રીતે સજ્જ ઇમારતની રચના અને લોકાર્પણ.
-જામનગર-સુરત ઇન્ટરસીટી ટ્રેનને જામવંથલી સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું.
-"સાધન સહાય કેમ્પ" દિવ્યાંગ માટે યોજાયો હતો અને જામનગરમાં પ્રથમ વખત લાભાર્થીઓને પ્રોત્સાહન અપાયું હતું. જેનો ૪૦૦૦ થી વધુ લોકોને લાભ મળ્યો છે.

-"હમસફર ટ્રેન"(જામનગર થી બાંદ્રા સુધી) શરૂ કરવામાં આવી છે સાંસદ પૂનમબેન માડમના અથાગ પ્રયાસોથી મળી અને માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ ટ્રેક પર લગભગ ૩૪ વર્ષ પછી નવી ટ્રેન શરૂ થઈ.
-એક જ સ્થળે તમામ પ્રકારના રોગોની સારવાર માટે સાંસદ આરોગ્ય મેળો (એમ.પી. હેલ્થ કેમ્પ) સંસદસભ્ય પૂનમબેન માડમની જહેમતથી સાકાર થયો જેનો હજારો દર્દીઓએ લાભ લીધો.
-પૂનમબેન માડમની લીડરશીપ હેઠળ વિવાદ નિવારણ મેકેનિઝમ્સ(કન્ઝ્યુમર મીટ) પોસ્ટ વિભાગની સૌપ્રથમ વખત જામનગરમાં સફળ રીતે સાકાર થઈ જેમાં ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ઉપસ્થિત રહ્યા.

-ઓખા થી બેટ દ્વારકા વચ્ચે સૌપ્રથમ વખત ફોર લેન સિગ્નેચર બ્રિજના કાર્યોનો શુભારંભ.
-ગુજરાતમાં પ્રથમ વખત સંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર જિલ્લાના જોડીયા ખાતે ૧૦ કરોડ લીટર દરિયાઈ પાણીને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવતા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું હતું.
-દ્વારકા પાસે શિવરાજપુર બીચ નો અદભૂત પર્યટન સ્થળ તરીકે વિકાસ થયો.
-જામનગરને બ્રાસસીટી તરીકે ઓળખવામાં આવે છે. સંસદસભ્ય પૂનમબેન માડમના ખાસ પ્રયત્નો પછી sad ડયુટી ૪% થી ઘટાડીને ૨% કરવામાં આવી અને કસ્ટમ ડયુટી ૫% થી ઘટાડી ૨.૫% કરવામાં આવી. 

-સંસદ સભ્ય પૂનમબેન માડમની જહેમતથી બોકસાઈટ પરની નિકાસ ડયૂટી ૨૦% થી ઘટાડીને ૧૫% કરવામાં આવી.
-દરિયાઈ સલામતી પૂરી પાડવા માટે પ્રથમ વખત મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું.
-જામનગર સિવિલ એરપોર્ટનું વિસ્તરણ અને વિકાસ માટેનો પ્રોજેક્ટ મંજુર થયો છે.
-"પ્રસાદ યોજના"હેઠળ સંસદ સભ્ય પૂનમબેન માડમની જહેમતથી દ્વારકાનગરીના અનેકવિધ વિકાસ કાર્યો થયા.

-સંસદસભ્ય પૂનમબેન માડમે MBBSમાં બેઠકો વધારવાની ભલામણ કરી હતી. જે MCI દ્વારા સ્વીકારવામાં આવી હતી અને તે મુજબ ૫૦ બેઠકો વધારી હતી. આથી તબીબે પ્રવેશોને પ્રોત્સાહન મળ્યું છે.
-અગાઉ ડેન્ટલ અને ફિઝીયોથેરાપી વિભાગમાં માત્ર ગ્રેજ્યુએટની બેઠકો હતી. તો સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોને પરિણામે પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટ પણ મંજુર થઈ.
-અગાઉ જામનગર-દ્વારકા બંને જિલ્લાના લોકોને પાસપોર્ટ સંબંધિત કામગીરી માટે રાજકોટ અને અમદાવાદ જવું પડતું હતું. સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયત્નો પછી પાસપોર્ટ સંબંધિત મુદ્દાઓ માટે જામનગર ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરાયું છે.

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવા મકાનનું અને એમ.પી.શાહ મેડીકલ કોલેજના પીજી હોસ્ટેલ ના મકાનનું લોકાર્પણ કરાયું. હોસ્પિટલનું નવું મકાન રૂ.૭૧૭૯.૭૨ લાખના ખર્ચે અને મેડિકલ કોલેજની હોસ્ટેલનું મકાન રૂ.૨૪૧૯.૫૮ લાખના ખર્ચે તૈયાર કરાયું.

-જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ હાઇવે નો નેશનલ હાઇવે માં સમાવેશ
-ગરીબો ને "ઘરના ઘર" નુ સ્વપ્ન સાકાર,પ્રધાનમંત્રી આવાસ યોજના,મુખ્યમંત્રી ગૃહ યોજનામા ૭૦૦૦થી વધુ ગરીબ પરિવારોને આવાસ ફાળવાયા,
-જામનગરમાં ટ્રાન્સપોર્ટનગર બનશે,ટ્રાન્સપોર્ટ ઉધોગના વિકાસની દિશાઓ ખુલી
-ઇન્મટેક્સ રીટર્નના ફોર્મ નં.૨૭ માટે કરદાતાઓને રાજકોટ જવુ પડતુ હતુ તે ફોર્મ જામનગર કચેરીએ મળતા થયા.
-જામકલ્યાણપુર તાલુકામા નવુ કન્યા છાત્રાલય મંજુર,સરકારએ જગ્યા ફાળવી.
-જનધન યોજના,મુદ્રા લોન યોજના હેઠળ ગરીબ પરિવારો બેંક વ્યવહાર કરતા થયા,સ્વરોજગારથી સદ્ધર થઇ આર્થિક પગભર થયા.

-બ્રાસપાર્ટસ ઉદ્યોગના GST સહિતના પ્રશ્ર્નોના સુખદ ઉકેલ આવતા આ લઘુ અને મધ્યમ ઉદ્યોગને વેગ મળ્યો

-ઉજ્જવલા યોજનાથી હજ્જારો બહેનોને રસોઇ માટે રાંધણગેસ મળતા ધુમાડાના ત્રાસમાંથી મુક્તિ
-દેવભૂમિ દ્વારકા જિલ્લામા જવાહર નવોદય વિદ્યાલયનું નવુ બિલ્ડીંગ મંજુર
-જનઔષધી કેન્દ્રોમાંથી ગંભીર રોગોથી માંડી દરેક બિમારીઓની દવા ૩૦%થી ૯૦% જેટલા રાહત ભાવથી મળતા ગરીબ,મધ્યમ એમ દરેક વર્ગને ખુબ મોટી રાહત
-પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ ગંભીર-હઠીલા રોગમા ઓપરેશન સહિત રૂ.પાંચ લાખ સુધીની સારવાર તદન ફ્રી
-સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ જાંબુડાનો સર્વાંગી વિકાસ.