આ બનાવે જામનગરમાં મચાવી છે ચકચાર..

ગતરાત્રીની ઘટના 

આ બનાવે જામનગરમાં મચાવી છે ચકચાર..

mysamachar.in-જામનગર

શહેરમા ગતરાત્રીના ભીડભંજન મંદિર નજીક યુવક પર હત્યાની કોશીસ ના મામલે ગતરાત્રીથી જ શહેરભરમાં ભારે ચર્ચાઓ જગાવી દીધી છે,જેમાં પોલીસે હત્યાના પ્રયાસનો  ગુન્હો નોંધી અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે,

ભીડભંજન મંદિર નજીક આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં ગતરાત્રીના રામદેવપીરના પાઠ તેમજ ભજન રાખેલ હોય જેની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન અલુ પટેલ હારુન આબલીયા તેમજ અજાણ્યા બારેક જેટલા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને મંદિર પરિસરમાં સોડાની બોટલો ફેંકીને પૈસાની ઉઘરાણી કરતાં પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા અલુ પટેલ અને તેની સાથેના અજાણ્યા ઇસમોએ હાજર ગંભીરસિંહ અને લાલદાસને માર મારી ગંભીર ઇજાઓ પહોચડી હતી,

બનાવને પગલે ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો,ઘાયલોમા એક ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે,સાથે જ મોટાભાગની ઘટના સીસીટીવીમા કેદ થઇ ગઈ છે,અને પોલીસે દેવેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ લઈને હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

પણ સરેઆમ હથિયારો લઈને મંદિર પરિસરમા બોલેલી આ બઘડાટી ની ઘટના ને લઈને શહેરમા ચકચાર મચી જવા પામી છે.