Mysamachar.in-જામનગર:
હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કેટલાય પરિવારોમાં પતિપત્ની વચ્ચે ચકમક ઝરતી હોય છે, એવામા જામનગર શહેરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રણજીતસાગર રોડ પર જડેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ રાહુલ હાર્મોની એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા ભરત પહેલસિંગ ખડકા નામના ચોકીદાર પોતાના મોબાઈલમા પોતાના ગામનું એક ગ્રુપ બનાવી અને તેમાં ગીત ગાતો રહેતો હોય જે બાબત તેની પત્ની ગીતાને પસંદ ના હોય આ બાબતે બન્ને પતિપત્ની વચ્ચે રકઝક થયા બાદ પત્ની ગીતાએ પતિની મોબાઈલમાં ગીતો ગાવાની વાત સારી ના લાગતા ગળાફાંસો ખાઈ જીવન ટુકાવી લીધાનું પોલીસચોપડે જાહેર થયું છે.