૨૩ વર્ષીય યુવતી સહિતની ગેંગે ૬૩ વર્ષના વૃદ્ધને ફસાવ્યા..

જેવા અડપલા કરવાનું શરૂ કર્યું ને....

૨૩ વર્ષીય યુવતી સહિતની ગેંગે ૬૩ વર્ષના વૃદ્ધને ફસાવ્યા..

Mysamachar.in-વડોદરા:

રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓની સાથે સાથે હનીટ્રેપના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે,૨૩ વર્ષની યુવતીએ ૬૩ વર્ષના કાકાને એવો તો ઈશારો કરીને ફસાવ્યા કે કાકા ને પોલીસ શરણે જવું પડ્યું...વાત છે વડોદરા શહેરની..આ અંગેની વિગતો એવી છે કે, ગત સોમવારે બપોરે અપ્સરા ટોકિઝ પાસે રહેતી વૃત્તિ નામની યુવતીએ  ઇલોરાપાર્ક પાસે ૬૩ વર્ષીય કિરણભાઈને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે મોબાઇલથી ઇસારો કરી કિરણભાઈને બોલાવ્યા હતા અને યુવતી મજા-મજા કરાવશે તેવી લાલચ આપી હતી,

જેથી ૬૩ વર્ષીય કિરણભાઈ ૨૩ વર્ષીય વૃતિની  લાલચમાં આવી ગયા હતા. આ પછી વૃત્તિ તેમને એક્ટિવા પાછળ બેસાડી નિલામ્બર સર્કલ નજીક લઇ ગઈ હતી,અને તે કિરણભાઈ સાથે અડપલા કરવા લાગી હતી.એટલીવારમાં કારમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને બંનેને ધમકાવી કારમાં બેસાડી દીધા હતા. આ પછી કિરણભાઈને માર મારી એક શખ્સે ૨૦ હજાર રૂપિયા, મોબાઇલ અને અન્ય વસ્તુઓ પડાવી લીધી હતી. તેમજ વધુ એક લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ ન આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.જેથી કિરણભાઈ ગભરાઈ ગયા હતા,

જે બાદ અંદાજે દોઢેક કલાક જેટલો સમય આ ગેંગે  કિરણભાઈને ફેરવ્યા પછી પકડાઇ જવાની બીક લાગતાં તેમને રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા. કિરણભાઈએ આ અંગે પોલીસને જાણ કરતા અને કારનો નંબર આપતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી હનીટ્રેપમા ફસાવનાર યુવતી સહિત પાંચની ધરપકડ કરી આ રીતે અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.