જામનગરના રાજપૂત યુવા સંગઠન દ્વારા કરવામાં આવી આ માંગ 

ત્રણ વર્ષમાં અનેકવાર થઇ રજૂઆત 

જામનગરના રાજપૂત યુવા સંગઠન દ્વારા કરવામાં આવી આ માંગ 

Mysamachar.in-જામનગર:

જામનગર રાજપૂત યુવા સંગઠન દ્વારા શહેરમાં મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ મુકવા માટે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા વર્ષ ૨૦૧૬માં પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને તે બાદ પણ અનેકવાર રજુઆતો યોગ્યસ્તરે કરવામાં આવી છે, છતાં ત્રણ વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા આજે ફરી રાજપૂત યુવા સંગઠનના લાલબંગલા સર્કલ ખાતે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યા બાદ નાયબ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, અને જો મહારાણા પ્રતાપ નું સ્ટેચ્યુ મુકવામાં નહિ આવે તો રાજપૂત યુવા સંગઠન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.