પેટનો ખાડો બુરવા સામે આવેલ આ કિસ્સો વિચારતા કરી દે તેવો

પરોઠા હાઉસના તાળા તૂટ્યાં, કોઈ વસ્તુની ચોરી નહીં

પેટનો ખાડો બુરવા  સામે આવેલ આ કિસ્સો વિચારતા કરી દે તેવો

Mysamachar.in-જુનાગઢ:

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, અને કેટલાય લોકો એવા છે કે જેને બે ટક શું ખાવું તેના સાંસા છે, પણ આપણે ત્યાં કહેવત છે કે પેટ કરાવે વેઠ એવો એક કિસ્સો સૌરાષ્ટ્રના જુનાગઢ જીલ્લામાં સામે આવ્યો છે, જૂનાગઢના ગાંધી ચોક નજીક એક પરોઠા હાઉસના તાળા તૂટ્યા, આ તાળા ચોરી કરવા માટે નહીં પરંતુ પેટની ભૂખ ઠારવા માટે તૂટ્યા હોવાનું ચિત્ર સીસીટીવી પરથી સ્પષ્ટ થાય છે,

જૂનાગઢ શહેરમાં એક એવો બનાવ બન્યો છે જેણે ખૂબ ચર્ચા જગાવી છે. અહીં એક પરોઠા હાઉસના તાળા તૂટ્યા છે. નવાઈની વાત એ છે કે અહીં કોઈ ચોરી નથી થઈ. તાળું તોડનાર ભૂખ્યા લોકો પેટની ભૂખ ઠારીને જતા રહ્યા હતા! જૂનાગઢના ગાંધી ચોક નજીક એક પરોઠા હાઉસના તાળા તૂટ્યા છે. આ તાળા ચોરી કરવા માટે નહીં પરંતુ પેટની ભૂખ ઠારવા માટે તોડવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ દુકાનમાંથી એક પણ વસ્તુ કે પૈસાની ચોરી નથી થઈ. તમામ વસ્તુઓ જેમની તેમ મળી આવી છે. તાળુ તોડનાર વ્યક્તિઓએ દુકાનના તાળા તોડ્યા હતા. જે બાદમાં અંદર રહેલી વસ્તુઓથી પોતાના પેટની ભૂખ ઠારી હતી અને જતા રહ્યા હતા. આ આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ જવા પામી છે.પણ આ કિસ્સો વિચારતા ચોક્કસ કરી દે તેવો છે.