ફેસબુકનો ઉપયોગ કરતી યુવતીઑ માટે આ કિસ્સો છે વાંચવા જેવો...

આવું આવ્યું પરિણામ

ફેસબુકનો ઉપયોગ કરતી યુવતીઑ માટે આ કિસ્સો છે વાંચવા જેવો...
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમરેલી:

આજની દરેક યુવતીઑ આધુનિક જમાના સાથે તાલ મિલાવીને ચાલી રહી છે. અને ઇન્ટરનેટના માધ્યમ થી ફેસબુકનો ભરપૂર ઉપયોગ યુવતીઑ કરી રહી છે. જેની સામે ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ સાથે ફેસબુક ફ્રેન્ડ બનતા પહેલા સાવધાની રાખવાની પણ આજની યુવતીઑએ એટલી જ જરૂર હોય તેમ લાગે છે. નહિતર સામે આવેલા આ કિસ્સા મુજબ ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી સોશ્યલ મિડીયા પર વાઇરલ કરવાનો ચોંકાવનારો કિસ્સો અમરેલીમાં સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

ચોંકાવનારી આ કિસ્સાની વિગત એવી છે કે, ફેસબુકના માધ્યમથી અમરેલી વિસ્તારની યુવતીના પરિચયમાં આવેલ પાલનપુર વિસ્તારના સંકેત મેવાડાએ યુવતી સાથે શારીરીક સંબંધ બાંધવાના ઇરાદે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને યુવતીના ફેસબુક આઇડીના પાસવર્ડ તથા તેના વોટસએપના તમામ સંપર્ક નંબરો આ શખ્સે ચોરીછુપીથી મેળવી લીધા હતા,

દરમ્યાન એક દિવસ અમદાવાદ ખાતે યુવતીને એક હોટેલમાં મળવા બોલાવી હતી. જ્યાં બળજબરીથી તેના વસ્ત્રો ઉતરાવી બિભત્સ ફોટા પાડી લીધા હતા અને બાદમાં તેના આધારે સતત તેને શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. આ શખ્સ તેણે તાબે રાખવા પ્રયત્ન કરતો હતો. પરંતુ તાબે ન થતા તેણે બિભત્સ ફોટાઓ આ યુવતીના પરિચિતો, સંબંધીઓને વોટસએપ પર મોકલી આપ્યા હતા,

યુવકના આવા કૃત્યની યુવતીને જાણ થતા અંતે આ યુવક અને તેના પરિવારના ત્રણ શખ્સો સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રેમી યુવક અને તેને સહયોગ આપનાર મીનાબેન, અજયભાઈ મેવાડા અને ભુમિબેન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.