જામનગર મહાનગરપાલિકાની ટાઉનપ્લાનીગ શાખાના "વહીવટ"ને ખુલ્લો કરતો ઓડિયો વાઈરલ

ઓડિયો સાંભળવા ક્લીક કરો

Mysamachar.in-જામનગર: exclusive
જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, શહેરમા ગેરકાયદેસર બાંધકામના રાફડા વચ્ચે કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે થાબણભાણાના ઘણા પ્રકરણો તાજા પણ છે, ત્યાં જ આજે એક એવી ઓડિયો ક્લીપ બહાર આવી છે, જેને મનપાની ટાઉનપ્લાનીંગ શાખાને ખુલ્લી પાડી દીધી છે, ટાઉનપ્લાનીંગ શાખામાં કોઈ કામ “વહીવટ”વિના નહિ પૂર્ણ થતું હોય તેવા અનેક આક્ષેપો થઇ ચુક્યા છે.અને આ  ક્લીપમાં પણ લેવડદેવડ ની વાતો સાંભળવા કથિત રીતે મળે  છે.


તેમાં આજે અધુરામાં પૂરી એક કથિત ઓડિયો એ જાણે આ તમામ બાબતોને પુષ્ટિ આપી હોય તેમ લાગે છે, આજે સાંજથી જામનગર શહેરના કેટલાય મોબાઈલમાં એક ઓડિયો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં મનપાની ટાઉનપ્લાનીંગ શાખામાં ફરજ બજાવતો એક વોર્ડ ઇન્સ્પેક્ટર અને બહારની કોઈ વ્યક્તિ સાથે કમ્પલીશન સર્ટીફીકેટ માટે કેટલી રકમની ડીમાંડ કરે છે, અને તેમાં સાહેબ પણ લેતા હોવાનો ઉલ્લેખ છે, ત્યારે હાલ તો આ ઓડિયો શહેરભરમાં ભારે ચકચાર મચાવી દીધી છે, અને આગામી સમયમાં એસીબી પણ આ મામલે ઊંડી ઉતરે અને નાની માછલીઓ નહિ પણ મગરમચ્છ સુધી પહોચે તેવી શકયતાઓ ને પણ નકારી શકાતી નથી, જે ઓડિયો વાઈરલ થયો છે તેની પુષ્ટિ મનપાના સીટી ઈજનેર  શૈલેશ જોશી દ્વારા કરવામાં આવી છે.અને તેવો દ્વારા વાતચીત કરનાર વોર્ડ ઇન્સ્પેક્ટરનો ખુલાસો લઈને આ મામલે કમિશ્નરને રીપોર્ટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.જો કે આ ઓડિયોમા તાજેતરની છે થોડા સમય પૂર્વેની અને તેમાં સત્ય કેટલું છે, તે તો પૂર્ણ તપાસ થયા બાદ જ બહાર આવશે. પરંતુ હાલ ઓડિયો વાઈરલ થયો છે તે વાસ્તવિકતા  છે.