“ગમે તેટલી માહિતી માંગો,ગમે તેટલા માથા પછાડો તમારા બાપથી પણ કઈ થવાનું નથી..”:પબુભા માણેક 

ઓડિયો ક્લીપે ચકચાર જગાવી દીધી..

“ગમે તેટલી માહિતી માંગો,ગમે તેટલા માથા પછાડો તમારા બાપથી પણ કઈ થવાનું નથી..”:પબુભા માણેક 
: :

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

તાજેતરમાં આર.ટી.આઈ એક્ટીવીસ્ટની હત્યાના કેસમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિતનાઓ સજા પડી છે,આ કેસ હજુ તો નજર સમક્ષ છે,ત્યાં જ દ્વારકાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે,જેમાં તેવો જાહેરમંચ પરથી માહિતી માંગનારાઓને ખુલ્લો પડકાર ફેંકી અને ગર્ભિત ધમકી આપતા હોય તેવા સંવાદો આ કથિત ક્લીપમાં સાંભળવા મળી રહ્યા છે,

દિનેશ રજનીકાંત પરમાર નામના સુરજકરાડીમા રેહતા એક વ્યક્તિએ આ અંગે રાષ્ટ્રપતિથી માંડીને,એસપી,મુખ્યમંત્રી સહીત ૧૭ ને લેખિત રજૂઆત કરી પોલીસ રક્ષણ આપવા પણ માંગણી કરી છે,અરજદારે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે તેવોએ ઓખા અને દ્વારકા નગરપાલિકામા અન્ય અરજદારો કરતાં સૌથી વધુ આર.ટી.આઈ કરેલ છે,અને રેકોર્ડ પરથી ભ્રષ્ટાચાર ધ્યાને  આવે તેની પુરાવાઓ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરેલ છે,

ઓખા નગરપાલિકાને લઈને કરેલ દિનેશભાઈની રજૂઆત અન્વયે હાલ પણ એસીબી અને તકેદારી આયોગ સહિતના વિભાગોમા તપાસ ચાલુ છે,ત્યારે ગત તા.૯ જુલાઈના રોજ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે સુરજકરાડી ખાતે એક જાહેર કાર્યક્રમમા આરટીઆઈ એક્ટીવીસટોને માહિતીઓ માંગવાનું બંધ કરી દેવાની અને નહિતર “તીસરી આંખ ખુલશે અને શિવ શિવ થશે” તેવી ગર્ભિત શબ્દોમાં ધમકી આપેલ હતી,જેની ઓડિયો ક્લીપ સમગ્ર હાલારમાં વાયુવેગે વાઈરલ થઇ રહી છે,

આ અંગે સૌથી વધુ માહિતીઓ મેળવવા માટે અરજીઓ કરતાં દિનેશભાઈ પરમારે  પોતાની પણ હત્યાની દહેશત વ્યક્ત કરતાં પોલીસ રક્ષણ આપવા માટે જીલ્લા પોલીસવડા સહિતનાઓને અરજી કરવામાં આવી છે,અને આ મામલો હાલ દ્વારકા જીલ્લાના રાજકારણમા ભારે ગરમાયો છે.જો કે એ પણ ઉલ્લેખનીય છે કે આ જાહેર કાર્યક્રમ થયાના ઘણા દિવસો આ મામલો પ્રકાશમાં આવ્યો છે,જે સુચક છે.

-શું છે એ કથિત ઓડિયો ક્લીપ સાંભળવા ક્લીક કરો