આ એપ્લીકેશનમાં છે સરકારી યોજનાઓની વિગતો અને ફોર્મ...

લોકોને કચેરી સુધી ફોર્મ લેવા નહિ જવું પડે.

આ એપ્લીકેશનમાં છે સરકારી યોજનાઓની વિગતો અને ફોર્મ...

Mysamachar.in-જામનગર:

જામનગરની સંસ્થા "ધી જામનગર સેવા સેતુ" દ્વારા અનેકવિધ કાર્ય કરી રહી છે,સંસ્થાના પ્રમુખ બ્રિજરાજસિંહ સોઢા દ્વારા એક એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે,જેમાં 300થી વધુ યોજનાઓની વિગત, જામનગર મહાનગરપાલિકા અને સેવાસદનના ૧૫૦  થી વધુ ફોર્મ નમૂના, ઝોનલ ઓફિસ, રેવન્યુ, પાસપોર્ટ, આધાર કાર્ડ, શહેર જિલ્લાની તમામ સ્કુલ વગેરેની માહિતી વિનામૂલ્યે ઉપલબ્ધ છે,સંસ્થાના કાર્યકરો તો જામનગર મહાનગરપાલિકા સવારે ૧૧ થી ૧૨ સેવાસદન- સરૂ સેકસન રોડ- ૧૨ થી ૧ તથા ૪ થી ૫ ગુરુગોવિંદસીંગ હોસ્પિટલએ લોકોને માર્ગદર્શન હેતુ ઉપલબ્ધ રહે છે.

જામનગરની પ્રજાને સરકારી યોજના, સહિત વિવિધ ફોર્મના નમૂના મેળવવા પડી રહેલ હાલાકી દૂર કરવા અને દરેકના હાથમાં રહેલ મોબાઈલમાં સચોટ અને પારદર્શક માહિતી ઉપલબ્ધ બની રહે તે હેતુથી એપ્લિકેશન લોન્ચ કરેલ છે. એપ્લિકેશન તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.તથા ભવિષ્યમાં વિનામૂલ્યે જ ઉપલબ્ધ રહેશે,હાલ આ એપ્લીકેશન કેટલાય નાગરિકો જોડાઈ ચુક્યા છે,અને તેનો લાભ લઇ રહ્યા છે, તથા તેનો લાભ લઇ રહ્યા છે.કોઈપણ એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ "Jamnagar seva setu" લખવાથી આ એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકાય છે,જેમાંથી વિવિધ યોજનાઓ વિશેની માહિતી અને ફોર્મ લોકો આસાનીથી મેળવી શકશે.માયસમાચાર ઓફીસ ખાતે આજે પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા અને શ્વાસ ઇન્ડિયાના ભાર્ગવ ઠાકર પણ ઉપસ્થિત રહીને એપ્લીકેશન લોકોને કઈ રીતે ઉપયોગી નીવડશે તે અંગેની જાણકારી આપી હતી.