ભાજપના આ નેતા પોતાને નરેન્દ્રમોદીની સમકક્ષ માને છે..

ભાજપમાંય આવું ચાલે છે..બોલો...

ભાજપના આ નેતા પોતાને નરેન્દ્રમોદીની સમકક્ષ માને છે..

જામનગર:લોકસભાની ચુંટણી આવે તે પૂર્વે જામનગર અને ગુજરાતના રાજકારણમાં કેટલાય ચઢાવ અને ઉતારો આવવાની હિલચાલો શરૂ થઇ ગઈ છે..અને કેટલાય નેતાઓ આમ થી તેમ પક્ષોમાં ઉથલપાથલ કરશે...એવામાં જામનગર ના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયા બેઠકના ધારાસભ્ય વિક્રમ માડમની કોંગ્રેસ પક્ષ સામેની નારાજગી ની વાત તાજી છે ત્યાં જ જામનગર ના ભાજપના  નેતા રાઘવજી પટેલ ફરી એક વખત જામનગર જિલ્લામાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે...છેલ્લા કેટલાક દિવસો થી રાઘવજી પટેલ ને લઈને સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે તેમાં તેવો એ કોંગ્રેસ સાથે ગુપ્ત સમજુતી કરી લેતા જામનગરના રાજકારણમાં ભૂકંપ આવશે તેવી શક્યતાઓ દર્શાવ્યા ની સાથે જ તાજેતરમા જ જામનગર જીલ્લા પંચાયતની ચુંટણી મા પણ એક કોંગ્રેસ ના સભ્યને મોકલી આખોય ખેલ તેવો એ પાડ્યો હોવાની વાત પણ આ મેસેજમાં જોવા મળી રહી છે..સાથે જ રાજ્યસભા ની ચુંટણી વખતે પણ તેવો એ ગુપ્ત સમજુતી કરી હોવાનો આક્ષેપ પણ આ મેસેજમાં કરાઈ રહ્યો છે...

અત્રે નોંધનીય છે કે ગત વિધાનસભાની ચુંટણીઓ પૂર્વે રાઘવજી પટેલ કોંગ્રેસમાં થી ભાજપમાં જોડાયા હતા.અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી તેની કોંગ્રેસના વલ્લભ ધારવિયા સામે કારમી હાર થતા તેવોનું જામનગર જિલ્લામા રાજકીય રીતે તેનું જોર નબળું પડી ગયું છે...એવામાં સોશિયલ મીડિયામાં રાઘવજી સામે ફરતા થયેલ મેસેજ ને તેવો પોતાના શક્તિશાળી માણસ હોવાથી વિરોધીનું કારસ્તાન ગણાવી રહ્યા છે...

હું મારા વિસ્તારનો નરેન્દ્રમોદી છુ:રાઘવજી પટેલ:નેતા ભાજપ 
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ફરતા થયેલ મેસેજ અંગે જયારે mysamachar.inએ પ્રતિક્રિયા લીધી ત્યારે રાઘવજી પટેલ એ જણાવ્યું કે વિરોધીઓને કારણે વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ ચર્ચામાં રહે છે,તો હું મારા વિસ્તારનો નરેન્દ્ર મોદી છુ..અને સત્ય હશે તે બહાર આવશે તેમ રાઘવજી એ જણાવ્યું...