જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ

૧૦ ચોરીની કબુલાત

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-રાજકોટ:

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ચોરી કરીને પોલીસની ઊંઘ હરામ કરતી કુખ્યાત તસ્કર ગેંગને અંતે રાજકોટ પોલીસે ઝડપી લેતા સૌરાષ્ટ્રમાં ૧૦ સ્થળોએ ચોરીની કબૂલાત આપી છે અને પોલીસે સોના-ચાંદીના દાગીના સહીત ૨.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે,

મળતા અહેવાલ મુજબ સૌરાષ્ટ્રમાં અનેક ચોરીમાં સંડોવાયેલા ગોંડલના બાવાજી શખ્સ આનંદગીરી ગોસ્વામી પોતાની સ્વતંત્ર ગેંગ બનાવીને છેલ્લા ૭ માસથી અનેક ચોરીને અંજામ આપ્યા બાદ રાજકોટમાં વધુ એક ચોરીને અંજામ આપે તે પહેલા પોલીસે આ તસ્કર ગેંગના મુખ્ય સૂત્રધાર આનંદગીરી હરીગીરી ગોસ્વામી તેમજ તેના સાગરીત છોટુ સોલંકી, અર્જુન સોલંકી, કિશન ચૌહાણ વગેરેને ઝડપી લેતા રાજકોટમાં ૪ સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને આકરી ઢબે વધુ પૂછપરછ હાથ ધરતા આ તસ્કર ટોળકીએ જામનગર, કેશોદ, ગોંડલ વગેરે ૧૦ સ્થળોએ પણ ચોરી કર્યાનું કબૂલ્યું છે,

ત્યારે પોલીસે આ તસ્કર ટોળકી પાસેથી ચોરી કરેલ સોનાના ઢાળીયા, બે મોટરસાઇકલ, મોબાઈલ સહિત ૨.૮૬ લાખનો મુદામાલ કબજે કરીને વધુ ચોરીનો ભેદ ઉકેલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.