“આ બે ખાતા ભ્રષ્ટાચારને કારણે છે બદનામ”C.M.

જાણો વિગતે

“આ બે ખાતા ભ્રષ્ટાચારને કારણે છે બદનામ”C.M.

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડનો કથિત ભ્રષ્ટાચારનો મામલો રાજયભરમાં ગાજી રહ્યો છે,ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર મામલે સ્ફોટક નિવેદન આપીને ધડાકો કર્યો છે,

અમદાવાદ ખાતે આજે એક લોકાર્પણના કાર્યક્રમ પ્રસંગને સંબોધતી વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકરાર કર્યો છે કે,ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે સૌથી બદનામ મહેસૂલ વિભાગ આવે છે અને બીજા નંબરે પોલીસ એટલે કે ગૃહ વિભાગ બદનામ ખાતુ છે તેવું જણાવ્યુ હતું અને આ વ્યવસ્થા બદલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવું વિજય રૂપાણીએ બચાવ કર્યો હતો,

આમ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી છાસવારે પોતાના ભાષણમાં સંવેદનશીલ,પારદર્શક વહીવટની વાતો કરતાં હતા,તેની સામે આજે પોતાની જ સરકારના મહત્વના એવા મહેસૂલ અને પોલીસ વિભાગ ઉપર ભ્રષ્ટાચાર મામલે ફેરવી તોડતા સમગ્ર ગુજરાતમાં સી.એમ.ના નિવેદન મામલે ભારે ચકચાર જાગી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.